જ્યારે દરેક રસ્તાઓ માત્ર તમને આહલાદક રોમ તરફ જ દોરે છે ત્યારે તે ઇટલીનું મુલાકાત લેવા માટેનું સૌથી ખર્ચાળ શહેર બની રહે છે. સ્મારકો અને મ્યૂઝિયમની પ્રવેશ ફી પણ ખૂબ વધુ હોય છે અને હાલમાં રૂપિયામાં જે રીતે ઘસારો જોવા મળે છે તે જોતા ચાર વ્યક્તિના પરિવારને અહીંયા કોલોસિયમ, વેટિકન મ્યૂઝિયમ( જેમાં સિસ્ટીન ચેપલ સામેલ છે) અને બોર્ઘિસ વિલા જેવા મનોરમ્ય સ્થળો જોવા માટે અચૂકપણે અઢળક નાણાંની જરૂરિયાત રહે છે. જો કે આ ચિતાકર્ષક શહેરમાં તમે કેટલીક વસ્તુઓ એક પણ યુરોના ખર્ચ વગર ફ્રીમાં માણી શકો છો. અમે અહીં રોમમાં ફ્રીમાં માણવાલાયક આ પાંચ વસ્તુઓની યાદી આપી છે.
એ ચોક્કસ છે કે પિયાઝા સેન પિયેટ્રો અને બેસિલકા દી સેન પિયેટ્રો વેટિકન શહેરમાં છે પણ વિશ્વનો સૌથી નાનો દેશ રોમની મધ્યમાં સ્થિત છે. બર્નિની દ્વારા ડિઝાઇન કરાયેલી સ્કેવર ડીઝાઇન તેને દરેક કેથલિક સાઇટ્સથી વધુ પવિત્ર બનાવે છે. મધ્યકાલીન યુગનું ચર્ચ વૈભવી રીતે સુશોભિત હોવા ઉપરાંત માઇકલએન્જેલોની શ્રેષ્ઠ કૃતિ પીયેટા પણ ધરાવે છે. જો કે અહીંની મુલાકાત લેતી વખતે તમે ડ્રેસ કોડને અનુસરો તેની ખાસ તકેદારી રાખજો. ખુલ્લા ખભા દેખાય તેવા વસ્ત્રો, શોર્ટ્સ કે મિનિસ્કર્ટ અહીંયા પ્રતિબંધિત છે અને આ કાયદો ઇટલીમાં આવેલા દરેક ચર્ચને લાગુ પડે છે.
તે ઉપરાંત ત્રણ ગલીઓના જંકશન પર સ્થિત વિરાટ ફોન્ટાના દી ટ્રેવી રોમનો સૌથી વિશાળ અને શણગાર ધરાવતો ફૂવારો છે અને તે વિશ્વનું સૌથી મોટુ પ્રતિતાત્મક પરિસર હોવાની નામના પણ ધરાવે છે. દિવસની દરેક કલાકો દરમિયાન સહેલાણીઓથી ઘેરાયેલા રહેતા રોમમાં નીચે સુધી જવું વાસ્તવિક રીતે મુશ્કેલ કામ કહી શકાય અને ફૂવારા પાસે ઉભા રહીને ડાબે ખભેથી સિક્કો હવામાં ઉછાળવાની મજા જ કંઇક અલગ છે. દિવસમાં વહેલી પરોઢે અથવા સંધ્યા સમયે આ જોવાલાયક ફૂવારાનો અનુભવ જ અવિસ્મરણીય છે. મોડી સાંજે ફૂવારાઓ રોશનીથી વધુ સોનેરી ચમક મેળવે છે. આ જ ચમકથી આ શિલ્પીઓની કૃતિ જાણે કે જીવંત હોય તેવો અહેસાસ થાય છે.
રોમમાં કેટલાક લોકપ્રિય પિયાઝા આવેલા છે જેમાં પિયાઝા નાવોનો, પિયાઝા દેલ પોપોલો તેમજ કેમ્પો જે ફિયોરી સામેલ છે. જો કે તે 16મી સદીમાં માઇકલએન્જેલો દ્વારા નિર્માણ કરાયેલો પિયાઝા છે કે જે ખૂબ આકર્ષક છે પરંતુ તેની ખરા અર્થમાં સુંદરતા તો તેનો બાહ્ય દેખાવ છે. આ દેખાવ દરેક સહેલાણીને મંત્રમુગ્ધ કરે છે. તમને પિયાઝા તરફ દોરી જતા કેપિટોલિન હિલના પગથીયા ચડો અને ઉપર જતા આપની નજર સમક્ષ જોવા મળશે વિશાળ અને અંતિ સુંદર એવું પ્રાચીન રોમ. મંદિરોના અવશેષો, રોમન ફોરમ અને તેનાથી પણ કંઇક સવિશેષ જોવા મળશે. અહીંયા પાશ્વાદભૂમિમાં કોલોસિયમ ભવ્યતા સાથે ઉદિત થતું નજરે પડે છે. આ નજારાને માણવાનો લહાવો જીવનનું યાદગાર સંભારણું બની રહે છે.
આ ચર્ચનું વાસ્તવિક નામ ઉચ્ચાર કરવામાં તદ્દન રીતે ખૂબ જ મુશ્કેલ છે. – ચિયેસા દી સાન્તા મારિયા ડેલ્લા કોનસિઝિઓન દેઇ કાપુસ્સિની અથવા ચર્ચ ઓફ ઓવર લેડી ઓફ ધ કન્સેપશન ઓફ ધ કાપુસિન્સ. 17મી સદીમાં સ્થાપિત આ ચર્ચ પિયાઝા બાર્બેરિની અને ટ્રેવી ફાઉન્ટેન નજીક વેનેટોમાં (1960ની ફેલિનીની ફિલ્મ લા ડોલ્સે વિટા દ્વારા લોકપ્રિય થયેલ પરિસર) સ્થિત છે. ચર્ચનો આંતરિક ભાગ ખરેખર જોવાલાયક છે ત્યારે અહીંની આકર્ષક કાપુચિનની ગુફા તમારું મન મોહી લેશે. અહીંયા 4000 કાપુચિન ખ્રિસ્તી સાધુઓના હાડકાંમાંથી વિશાળ શિલ્પકૃતિ તૈયાર કરાઇ છે. આ પ્રત્યેક પાંચ ગુફામાં અલગ અલગ શિલ્પકૃતિ છે જે જોવામાં વિચિત્ર અને અજબ છે. બોન ચર્ચની મુલાકાત ખરા અર્થમાં એક યાદગાર લહાવો બની રહેશે.
તીવેરે અથવા તિબેર નદી રોમમાંથી પસાર થાય છે અને નદીની બીજી તરફના ભાગને (તદ્દન શાબ્દિક રીતે) ત્રાસ્તવેર તરીકે ઓળખવામાં આવે છે. નાની સાંકડી ગલીઓ, રસ્તાઓ, લીલાછમ અને આકર્ષક બગીચાઓ, આધ્યાત્મિક અનુભૂતિ કરાવતા ચર્ચ અને વૈવિધ્યપૂર્ણ સ્વાદની લહેજત માણવા ઉત્તમ રેસ્ટોરાં આ પ્રચિલત ઢબના મનોરમ્ય સ્થળની શોભામાં વિશેષ રીતે વધારો કરી જાય છે. આજે જ નક્શો લો અને રોમના આ મધ્યકાલીન ભાગની અનેરી દુનિયામાં મોજમસ્તી અને પ્રફુલ્લિતા સાથે ખોવાઇ જાવ.
તો હવે તમે પણ તૈયાર થઇ જાઓ આ સ્વર્ગ સમા રોમના પ્રવાસ માટે. આજે જ મેકમાયટ્રિપને ઇટલી પ્રવાસ માટેના પેકેજ પર નજર કરો અને રોમ માટેની ફ્લાઇટ્સ ટિકિટ અત્યાર જ બુક કરો.
Book Your Flight to Rome Here!
Also read:
http://www.makemytrip.com/blog/when-in-rome
Unveiled: A Line-up of Exciting Events in Abu Dhabi!
Surangama Banerjee | Jul 3, 2025
5 Off-the-grid Places You Need to Visit with the Oppo Reno14
Tanya Sharma | Jul 2, 2025
Why Oppo Reno14 is the Perfect Travel Companion
Tanya Sharma | Jul 2, 2025
Experience the Wild Heart of Northern Australia: Darwin, Litchfield, and Katherine!
Swechchha Roy | Jun 10, 2025
Experience the Soul-Stirring Treasures of Kakadu National Park
Swechchha Roy | May 26, 2025
Drive, Chip and Putt in UAE’s Capital—Abu Dhabi!
Surangama Banerjee | May 1, 2025
Discover the Spiritual Heart of Australia—Uluru!
Niharika Mathur | May 1, 2025
Embark on a Spicy & Saucy Adventure Through Queensland’s Tastiest Corners!
Surangama Banerjee | Apr 10, 2025