એવી 5 હોટેલ જેમાં તમને ચેક-ઇન કરતા જોઈને તમારા ફેસબુકના મિત્રોને ગમશે/નહિ પણ ગમે!

Ankita Sharma Sukhwani

Last updated: Jun 29, 2017

Author Recommends

See

Madikeri: Abbey Falls, Raja's Seat and Bylakuppe (a Tibetan settlement)
Wayanad: Meenmutty Waterfalls, Pookot Lake, a perfect spot for picnics

Do

Udaipur:Visit City Palace and look out for the world’s largest private collection of crystals
Wayanad: Visit the 300-year-old Varambetta Mosque, old Jain temples and the Pallikunnu Church in Kalpetta

Shop

Upaipur: Camel leather bags and bandhini dupattas at the Bada Bazaar
Goa: At Ingo’s Saturday Night Bazaar for junk jewellery and t-shirts

Filmy

Darjeeling: The song sequence of Kasto Mazza from the Vidya Balan, Sanjay Dutt and Saif Ali Khan starrer Pareneeta was shot on Darjeeling’s toy train.
Udaipur: A song sequence in "Hum Saath Saath Hain" featuring Saif Ali Khan and Karisma Kapoor was shot in Saheliyon Ki Bar

Click

Darjeeling: A selfie with views of the Himalayan expanse at a height of 2,134 metres as a backdrop from the Darjeeling Ropeway

Want To Go ? 
   

રોજિંદા જીવનની ભાગદોડ થી દુર જવા માટે કંઈ પ્રેરણા જોઈએ છે? આ અનોખી હોટેલ્સની મુલાકત લો જે 'પૃથ્વી પર સ્વર્ગ' થી કંઈ કમ નથી અને તમારા મિત્રોને ઈર્ષ્યાથી લીલા પડી જવા દો. અહીં ફેસબુક પર ચેક-ઇન કરવું ફરજિયાત છે!

1. તાજ લેક પેલેસ, ઉદયપુર, રાજસ્થાન

બે સદીઓ જૂની, તાજ લેક પેલેસ હોટેલ, લેક પીછોલો ની મધ્યમાં આવેલ છે અને તે વિશ્વની સૌથી રોમેન્ટિક હોટેલ્સ પૈકી એક છે. તમે હોડી દ્વારા સરદાર ઘાટ સુધી આવી શકો છો, જ્યાં તમારું ગુલાબની પાંખડીઓથી સ્વાગત કરવામાં આવશે અને તમને મહેલ સુધી રજવાડી છત્રી હેઠળ એસ્કોર્ટ કરવામાં આવશે.

taj lake palace udaipur

ઝમકદાર વાઇન અને વ્યક્તિગત મેનુથી માંડીને સમર્પિત બટલર સુધી, તાજ લેક પેલેસમાં બધું જ રજવાડી લાગશે. 150 વર્ષ જૂની હોડી ગણગોર પર ભોજન લો, અથવા મેવાડ ટેરેસ પર રાત્રે મીણબત્તીના સુંદર પ્રકાશમાં ભોજનનો આનંદ માણો. પેલેસનો ઇતિહાસ જાણવા માટે એક હેરિટેજ વોક લો અને જેમ્સ બોન્ડની ફિલ્મ, ઓક્ટોપસી નું જ્યાં શૂટિંગ થયું હતું એ જગ્યાએ સેલ્ફી લેવાનું ભૂલતા નહિ. તમે લેક પીછોલોના શાંત પાણી પર હોટેલની જીવા બોટ સ્પા ખાતે સ્પા પણ લઇ શકો છો. હોટેલ તમને દરેક પગલે રજવાડી અનુભવ કરાવશે.

કિંમત: રાત્રી દીઠ રૂ. 35,500 થી શરૂ

Read more: Have You Gone Glamping at These Wildlife Resorts in India Yet?

Book Your Stay at Taj Lake Palace, UdaipurBook Your Stay at Taj Lake Palace, Udaipur

2. ગ્લેનબર્ન ટી એસ્ટેટ અને બુટિક હોટેલ, દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ

બે સર્પાકાર નદીઓ સાથે 1000 એકર જમીન પર અંગત વનમાં સ્થિત, ગ્લેનબર્ન ખરેખર રજાઓનો અનોખો અનુભવ આપે છે. 1859 માં સ્કોટિશ ટી કંપની દ્વારા શરૂ કરવામાં આવેલ, ગ્લેનબર્ન ટી એસ્ટેટ અને બુટિક હોટેલ એક ચા એસ્ટેટ મધ્યે આવેલ છે. 

Glenburn Darjeeling

જ્યારે તમે અહીં હો, તમારી મનપસંદ ચા કેવીરીતે બને છે એ જણવા માટે ચાનો અનુભવ કરો, બપોરે એસ્ટેટની આસપાસ ફીશીંગ અથવા હાઇકિંગ માટે જાઓ, અથવા મનમોહક કુકિંગ ક્લાસમાં જવાનું પસંદ કરો. જો તમે રજાઓમાં આરામ કરવાનું વિચારી રહ્યા હો, તો કોફી પીતાં-પીતાં સૂર્યોદય જુઓ, ફાયરપ્લેસની બાજુમાં બેસીને હુંફાળી સાંજ પસાર કરો અથવા ઇન-હાઉસ લાઈબ્રેરીમાંથી પુસ્તક વાંચવા માટે લઇ આવો.

કિંમત: રાત્રી દીઠ રૂ. 36,500 (પરિવહન, ભોજન, લોન્ડ્રી અને નેચર વોકનો સમાવેશ થાય છે)

Book Your Stay at Glenburn Tea Estate & Boutique HotelBook Your Stay at Glenburn Tea Estate & Boutique Hotel

3. હિલ ફોર્ટ કેસરોલી, અલવર, રાજસ્થાન

ભારતનો સૌથી જૂના કિલ્લો, હિલ ફોર્ટ કેસરોલી એ રજવાડી કિલ્લો છે. રાજપૂતો દ્વારા 14મી સદીમાં બાંધવામાં આવેલ, છેલ્લે અલવર ના રજવાડાનો ભાગ બન્યો, ત્યાં સુધી આ કિલ્લા પર તેના જીવનકાળ દરમિયાન ઘણી વખત ચઢાઈ કરવામાં આવી હતી. દેશમાં શ્રેષ્ઠ હેરિટેજ હોટેલ પૈકી એક તરીકે ગણવામાં આવતો, હિલ ફોર્ટ કેસરોલી તમને ભારતના ભવ્ય ભૂતકાળનો અનુભવ કરવાની તક આપે છે.

Hill-Fort-Kesroli-Alwar-Rajasthan

અહીના મહેલો આજના આધુનિક રિસોર્ટના કમ્ફર્ટ સાથે રજવાડી લાવણ્ય ને સમાવિષ્ટ કરે છે. રાઇના સુંદર ખેતરોમાં સહેલ કરતા સૂર્યાસ્ત જુઓ, તમારા પરિવાર સાથે ઊંટની સવારીનો આનંદ માણો અથવા તાપણાની આજુબાજુ લોકનૃત્યની રંગબેરંગી સાંજ વિતાવો.

કિંમત: રાત્રી દીઠ રૂ. 4,000 થી શરૂ

Read more: A Spa-cation at These Luxury Resorts Will Leave You Oh-So Rejuvenated!

Book Your Stay at Hill Fort KesroliBook Your Stay at Hill Fort Kesroli

4. મદીકેરી, કર્ણાટક માં તાજનું વિવાન્તા

તાજનું વિવાન્તા 180 એકર વરસાદીવનોની મધ્ય માં સ્થિત છે અને કૂરગની સૌથી પ્રીમિયમ પ્રોપર્ટી પૈકી એક છે. દાખલ થતાની સાથે જ, તમને ક્ષિતિજ સુધી પથરાયેલ અંતહીન પહાડો જોવા મળશે. પૂલ પર સમય પસાર કરીને કે માટીકામ અથવા રસોઈના વર્ગોમાં જઈને, અથવા ઇન-હાઉસ સ્પા માં મસાજ લઈને રિલેક્સ થઇને તમારી બધી ચિંતાઓને પાછળ છોડી દો.

Hill-Fort-Kesroli-Alwar-Rajasthan

જેમને એડવેન્ચર પસંદ છે એમના માટે આ રિસોર્ટમાં ઓફ-રોડ બાઇકિંગ, ઝિપલાઈનીંગ, હાઇકિંગ અને ગોલ્ફની સુવિધા છે. હોટેલમાં તમારા માટે ત્રણ રેસ્ટોરાં અને એક પૂલ સાઈડ બાર આવેલ છે.

કિંમત: રાત્રી દીઠ રૂ. 13,500 થી શરૂ

Book Your Stay at Vivanta by Taj, MadikeriBook Your Stay at Vivanta by Taj, Madikeri

5. વઇથીરી ટ્રીહાઉસ રિસોર્ટ, વયનદ, કેરળ

લીલાછમ ઉષ્ણકટિબંધીય વરસાદી વનમાં આવેલ, વઇથીરી  ટ્રીહાઉસ રિસોર્ટ જંગલમાં એક ઉત્કૃષ્ટ આશ્રયસ્થાન છે. એક સુંદર ટ્રીહાઉસમાં જમીનથી 80 ફુટ ઉપર રહીને જંગલના અવાજોનો અનેરો અનુભવ મેળવો. આ રિસોર્ટ ઇકો-ફ્રેન્ડલી છે, ટ્રીહાઉસ પાવરના સ્ત્રોત તરીકે સૌર ઊર્જાનો ઉપયોગ કરે છે અને આસપાસની ટેકરીઓના કુદરતી ઝરણામાંથી પાણીનો પુરવઠો ધરાવે છે.

Vythiri-Treehouse-Resort-Wayanad-Kerala

જો તમે ઊંચાઈથી ડરતા હો, તો તમે ઝરણા પાસે આવેલ કોટેજ પૈકી એકમાં રોકાણ માટે બુકિંગ કરાવી શકો છો. ઝરણા પાસે ફિશિંગ કરવામાં થોડો સમય વિતાવો અથવા હરરોજ કાફે સુધી જવા માટે રોપ બ્રિજ પર ચાલીને જાવ. પ્રકૃતિની ખુબજ નજીકનો અનુભવ, આ અનન્ય સ્થળ ચોક્કસપણે તમારા સોશ્યિલ મીડિયા પ્રોફાઇલ પર દેખાડવા લાયક છે!

કિંમત: રાત્રી દીઠ રૂ. 18,000 થી શરૂ (નાસ્તો, લંચ અને ડિનરનો સમાવેશ થાય છે)

Read more: 4 Treehouse Resorts in India for a Relaxing Stay Amidst Nature

Book Your Stay at Vythiri ResortBook Your Stay at Vythiri Resort