હું દરેક મુસાફરીના સંગાથે વધુ ઉત્સાહિત રહું છું. પ્રવાસ દરમિયાન જો કોઇ વસ્તુ હું ફ્રીમાં કરી શકું તો તેનો મને અતિશય આનંદ મળે છે. તેથી જ મને ‘મફતમાં મોજમસ્તી’ થીમ પર એક સીરિઝ લખવાની પ્રેરણા મળી છે. ચાલો બેંગકોકમાં ઉપલબ્ધ આવી ફ્રી વસ્તુઓ પર એક નજર કરીએ.
બેંગકોકની સહેલગાહ કરવા માટે તમે ચાલુ દિવસો દરમિયાન સવારે 10 થી સાંજે 6 અને સપ્તાહનાં દિવસોમાં સવારે 9 થી 7 સુધીમાં માત્ર તમારા પાસપોર્ટની કોપી દર્શાવીને બેંગકોક સ્માઇલ્સ બાઇક પાસેથી સાઇકલ મેળવી શકો છો. તમને તેના રત્તનાકોસિન વિસ્તારમાં આવેલા પાંચ સ્ટેશનો કે પછી નદીની આસપાસ આવેલા સ્ટેશનો પરથી બાઇક મળશે. તમારે સાઇકલની સવારી લીધા બાદ તેને ફરીથી તે જ સ્ટેશન પર પરત કરવાની રહે છે. જો તમને સાયક્લિંગ નાપંસદ હોય તો શહેરની લટાર મારવા માટે જાતે માર્ગદર્શન લઇને પગપાળા જવામાં પણ ખુશી થશે.
બેંગકોકમાં આવેલા અનેકવિધ બગીચાઓમાં જઇને તમે બેસીને નિરાંતની પળો ગાળી શકો છો. અહીંયા કેટલાક બગીચાઓમાં તો કસરત માટે ફ્રીમાં મશિનની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. શરીરને સ્ફૂર્તિમય બનાવવા માટે તેનો અચૂક ઉપયોગ કરવો.
અહીં આવેલા ચાઇનાટાઉનની મુલાકાત તો જીવનભરનું ના ભૂલાય તેવું સંભારણું બની રહેશે. નાના સ્ટોલ્સ, ખાણીપીણી અને સોનાંની દુકાનો આ સ્થળના ઝગમગાટમાં વધારો કરે છે. ફેબ્રુઆરીમાં ઉજવાતા ચાઇનીઝ ન્યૂ યર દરમિયાન ચાઇનાટાઉનની મુલાકાત દરમિયાન માહોલમાં ઝળહળતું એશ્વર્ય તમને મંત્રમુગ્ધ કરી દેશે. વાટ ચક્રવાત મંદિર કોમ્લેક્સનો છૂપો ખજાનો ગણાતા ત્રણ કદાવર મગરો તળાવમાં તેની ભોજનની પ્રતિક્ષા કરતા જોવા મળે છે.
વિશ્વનું સૌથી વિશાળ ઓપન એર માર્કેટની નામના ધરાવતું ચાતુચાક વીકેન્ડ માર્કેટ 35 એકરમાં ફેલાયેલું છે. 5,000 સ્ટોરના ઘર એવા આ માકેટમાં વેચાણથી મળતી અનેકવિધ ચીજવસ્તુઓનો ખજાનો છે. સવારે 9 વાગે ખરીદદારો માટે ખુલતું આ માર્કેટ બપોરના ભોજનના સમય સુધીમાં ગ્રાહકોથી વધુ ગીચ બને છે. અહીંની વિન્ડો શોપિંગ કરવાની પણ મજા કંઇક અલગ જ છે. વિન્ડો શોપિંગ બાદ તમે અહીંના સ્થાનિક ખાણીપીણીની લહેજત ઉઠાવી શકો છો. ત્યારબાદ રિલેક્સ થવા માટે ચાતુચાકના પાર્કમાં આરામ ફરમાવો.
વિન્ટેજ વસ્તુઓના ખજાનાનો ભંડાર જોઇને તમે ચોક્કસપણે આશ્ચર્યચકિત થઇ જશો. સુપરમેનની મૂર્તિ, હાથીના આકારની કાર, કેટલીક વિન્ટેજ કાર્સનો કાફલો અને અન્ય ચિત્ર વિચિત્ર અને રસપ્રદ વસ્તુઓને જોતા જ તમે ચકિત થયા વગર નહીં રહો. તે સિવાય સસ્તી ખાણીપીણીનો સ્વાદ પણ માણવાલાયક છે. (સમય: સાંજે 5 વાગે – શુક્રવારથી રવિવાર) | સ્થળ: કામફાએંગ ફેટ, ચાટુચાક માર્કેટની પાછળ)
દુનિયામાં એવી માત્ર કેટલીક જ જગ્યાઓ જ છે જ્યાં તમે લુપ્તપ્રાય થતી થાઇ કઠપૂતળીની સંસ્કૃતિ અને કળાને નજર સમક્ષ નિહાળી શકો છો. જો કે બેંગકોકમાં આવેલ આર્ટિસ્ટ હાઉસ ખાતે આજે પણ આ થાઇ કઠપૂતળીની કળા જીવંત છે. તમે અહીંની મુલાકાત લઇને આ ખેલને જોવાથી જીવનમાં અનેરો આનંદ મળશે અને મન પણ પ્રફુલ્લિત થશે. દરરોજ (બુધવાર સિવાય) બપોરે 2 વાગે યોજાતા આ કાર્યક્રમમાં વાર્તા કહેતી નાજુક કઠપૂતળીની હિલચાલથી તમે પણ તેની કાલ્પનિક દુનિયામાં ગરકાવ થઇ જશો. અહીંયા 600 વર્ષ જૂના સ્તૂપ અને વિશાળ પૂતળાઓ પૌરાણિક થાઇ સંસ્કૃતિની ઝાંખી કરાવે છે.(સમય: સવારે 10 થી સાંજે 6 સુધી) | સ્થળ: સોઇ વાટ થોંગસાલા ગર્મ, ફેસી ચેરોન, વાતકુહાસાન મંદિરની નજીક)
બેંગકોકના અતિ વ્યસ્ત શહેરની વચ્ચે આવેલા બટરફ્લાય ગાર્ડન અને ઇનસેક્ટેરિયમ અભયારણ્યમાં સુંગધી ફૂલો અને લીલાછમ ઘાસની આસપાસ ઉડતા 500 જાતના રંગબેરંગી પંતગિયાઓ અને પારદર્શક પાણીનો અવિરતપણે વહેતો ધોધ તમને જાણે કે પ્રકૃતિનો આહલાદક સ્પર્શ કરાવશે. (સમય: સવારે 8.30 થી 4.30 (સોમવાર સિવાય) | સ્થળ: ચાતુચાક માર્કેટની નજીક, રોત્ફાઇ અને સિરકીટ ગાર્ડનની વચ્ચે)
થાઇલેન્ડની આસપાસ અનેક મંદિરો આવેલા છે. કેટલાક મંદિરમાં વિદેશીઓ માટે પ્રવેશ ફી છે પણ જો તમે વહેલા પહોંચી જાવ તો ટિકિટ કાઉન્ટર ખૂલતા પહેલા સ્થાનિક સાથે ભળીને વિના મૂલ્યે દર્શનાર્થે જઇ શકો છો. અહીં આવેલા વાટ માંગકોર્ન કામાલાવાત(ચાઇનટાઉન), વાટપાતુમ વાનારામ(સેન્ટ્રલ વર્લ્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરથી નજીક) અને વાટ ઇન્દ્રવિહાર્ન(દુસીત) જેવા ભવ્ય મંદિરોમાં પ્રવેશ નિ:શુલ્ક છે.
ડુબતા સુરજને જોવાનો અનુભવ હરહંમેશ આહલાદક અને અવિસ્મરણીય હોય છે. સદ્ભભાગ્યે તે નજારો મફતમાં માણી શકાય છે. જો કે ચાઓ ફરાયા નદીના વાટ આરુન પાછળથી આ મનોરમ્ય દ્રશ્ય નિહાળવાનો અનુભવ જરા પણ ચૂકાય તેમ નથી.
નેશનલ થીયેટરમાં યોજાતા નૃત્યના પરફોર્મન્સને જોવાનું ચૂકશો નહીં. તમે ચિડલોમ સ્કાય ટ્રેન સ્ટેશનની પાસે આવેલા આકર્ષક તીર્થ મંદિરમાં એક પણ પૈસા ચૂકવ્યા વગર નિ:શુલ્ક રીતે પરંપરાગત થાઇ નૃત્યની મજા માણી શકો છો. આ પવિત્ર તીર્થમંદિર હરહંમેશ પૂજકોથી ભરેલું રહે છે. મીણબત્તીથી પ્રજવલિત આ તીર્થ મંદિર તમને આધ્યાત્મિક શાંતિ અને ધન્યતાની અનુભૂતિ કરાવે છે. તીર્થમંદિરની હવામાં અગરબત્તીની મધુર સુંગધ પ્રસરે છે અને પરિસરમાં કર્ણપ્રિય થાઇ સંગીત તમને પરમ શાંતિનો અનુભવ કરાવે છે. રસપ્રદ રીતે આ નૃત્ય જીવનને સુખમય બનાવવા સર્વશક્તિમાન ઇશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનો એક પ્રકાર છે.
બેંગકોકમાં આવેલું બેંગકોક આર્ટ એન્ડ કલ્ચર સેન્ટર ફ્રીમાં મુલાકાત લેવા માટેનું શ્રેષ્ઠત્તમ એક્ઝિબિશન સેન્ટર છે. શહેરની લટાર મારતી વખતે ક્યું એક્ઝિબિશન ચાલી રહ્યું છે તેની માહિતી મેળવો અને તમે એકપણ બહાટનો ખર્ચ કર્યા વગર તેની મુલાકાતના સંસ્મરણો તમારી સ્મૃતિમાં કેદ થઇ જશે.
આ સિવાય થાઇલેન્ડના સિયામ જિલ્લાના એમબીકે સેન્ટરની બહાર દર બુધવારે સાંજે 6 વાગે યોજાતી થાઇ બોક્સિંગનો પણ લહાવો લેવા જેવો છે.
ફ્રી વાઇફાઇ મળે એટલે દરેકને જલ્સા પડી જાય. જી હા, તમે અહીંયા પણ સેન્ટ્રલ વર્લ્ડ પ્લાઝા, સિયામ ડિસ્કવરી સેન્ટર, ઇરાવાન સેન્ટર અને અન્ય કેટલાંક મોલ્સ, રેસ્ટોરાં અને કેફે ખાતે ફ્રી વાઇફાઇની મજા માણી શકો છો.
તો હવે તમે પણ બેંગકોકની જ્યારે મુલાકાત લો ત્યારે આ રોમાંચક વસ્તુઓની મોજમસ્તીમાં ખોવાઇ જશો. આજે જ યાદીમાં આ વસ્તુઓને સામેલ કરો અને જો તમે બેંગકોકમાં અન્ય કેટલીક રસપ્રદ વસ્તુઓ વિશે જાણતા હોવ તો અમને અહીં કમેન્ટ બોક્સમાં જણાવો.
Book Your Flight from New Delhi To Bangkok
Mayank Kumar Follow
Prefers Bukowski and Gulzar over Shakespeare and Tagore. And nights over daytime. Possesses wit that offends more than it impresses. Anti-social and friendly in the same breath. Miniature souvenir and stationery hoarder. Desperately trying to bring being nice in vogue.
Thailand for First-time Visitors: The Perfect 7-day Itinerary
Namrata Dhingra | Jan 16, 2025
Quirky Bangkok Hotels That Will Leave You Stumped
Meena Nair | May 23, 2018
List of Countries Offering Visa on Arrival for Indians in 2020
MakeMyTrip Blog | Feb 25, 2020
Bangkok Nightlife: Top 5 Experiences to Grab
Deepa N | Jun 7, 2019
Vedika Anand | Sep 24, 2019
Vedika Anand | Sep 24, 2019
5 Restaurants Where You Can Find Amazing Vegetarian Food in Thailand
Devika Khosla | Sep 17, 2019
5 Destinations to Visit in May 2016
Mikhil Rialch | Apr 3, 2017
Turn Your Holiday into a Love Story in Ras Al Khaimah!
Swechchha Roy | Sep 26, 2025
Colours of Mexico: From Capital Streets to Caribbean Shores
Pallak Bhatnagar | Aug 26, 2025
Chasing Sunsets in Morocco: An 8-Night Journey of Soul and Spice
Pallak Bhatnagar | Aug 22, 2025
Unveiled: A Line-up of Exciting Events in Abu Dhabi!
Surangama Banerjee | Jul 3, 2025
5 Off-the-grid Places You Need to Visit with the Oppo Reno14
Tanya Sharma | Jul 2, 2025
Why Oppo Reno14 is the Perfect Travel Companion
Tanya Sharma | Jul 2, 2025
Experience the Wild Heart of Northern Australia: Darwin, Litchfield, and Katherine!
Swechchha Roy | Jun 10, 2025
Experience the Soul-Stirring Treasures of Kakadu National Park
Swechchha Roy | May 26, 2025