હોટેલ બુકિંગ કરતાં સમયે ધ્યાનમાં રાખવા જેવી 5 સૌથી મહત્વની ટિપ્સ

Mikhil Rialch

Last updated: Jun 16, 2017

ચાલો એક વાત સ્પષ્ટ કરી દઉં કે તમારી રજાઓનો આનંદ ન માણી શકવાનું એક કારણ હોટેલ બુકિંગ સાથે પણ સંકળાયેલ છે અને આ લેખ તેના વિશે જ છે. સારાંશમાં કહું તો હોટેલ પસંદ કરવા સમયે તમારે 'સક્રિય રહેવાની જરૂર' છે. પ્રવાસના અનુભવ દર્શાવે છે કે જ્યારે હોટેલ બુકિંગની વાત આવે ત્યારે તમે શું કરો છો તેના કરતાં તમે શું કરતાં નથી એ વધુ મહત્વનું છે. લાંબા અંતરની હવાઈ મુસાફરી અથવા સતત કાર ડ્રાઈવ કરીને તમે હોટેલ પર આવો છો તો તમે ખરેખર તમારા રોકાણના સમયગાળા માટે આરામ પણ ઈચ્છો છો. પરંતુ સંભવિત રીતે રજાઓ એક ખરાબ હોટેલના અનુભવ કારણે દુખદ બની જાય છે. તો પછી હવે ગંભીર રીતે વિચારો કે તમારા આગામી વેકેશનમાં તમને તમને આવો કડવો અનુભવ ન થાય. તેથી, હોટેલ બુકિંગ અંગે સૌથી મહત્વની 5 ટિપ્સ શેર કરીએ છીએ.

હોટેલના સ્થાનનું ખૂબ જ મહત્વ છે

hotel-booking-tips

જો તમે તમારી રજા જ્યાં પસાર કરવા જઈ રહ્યા છો અને તેના સ્થળો વિશે પરિચિત છો તો તમારા રોકાણનું સ્થાન ક્યુ હોવું જોઈએ એ જાણવું સરળ છે. પરંતુ જો તમે સ્થળથી અજાણ છો તો નકશાની મદદ લઈ શકો છો, તે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને તમારા માર્ગનું આયોજન કરવાની પણ તમે મજા લઈ શકશો. જ્યારે તમે પ્રવાસ દરમિયાન હોટસ્પોટની મુલાકાત લેવા ઈચ્છો છો તો તેની નિકટ કઈ સારી હોટેલ છે તે નક્કી કરો. ધારો કે તમે એક તદ્દન અજાણ્યા સ્થળની મુલાકાતે જઈ રહ્યા છો અથવા એવા દેશમાં જાવ છો કે જ્યાં ઇંગલિશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો નથી. તો માત્ર ટેક્સી ડ્રાઇવર જ જાણી શકે કે તમારી હોટેલ ક્યાં સ્થિત છે, પરંતુ આવું ન કરો. ખાસ કરીને જ્યારે તમે હોટેલની પિક અપ સેવાનો ઉપયોગ ન કરી રહ્યા હો એવા સમયે નક્શો તમને હોટેલનું લોકેશન દર્શાવવામાં મદદ કરે છે.

સુરક્ષા એ પાયાની જરૂરિયાત

હવે હોટેલના કાઉન્ટર પર ચૂકવણી કરવાના દિવસ ગયા. હવે તો બુકિંગ વેબસાઇટ્સ પર જઈને ક્રેડિટ કાર્ડ દ્વારા તમે રોકાણ માટે હોટેલ બુક કરી શકો છો. આ ખૂબ જ અનુકૂળ છે, પરંતુ કોઈ તો કારણ છે કે સમજુ લોકો હંમેશા કાર્ડ સ્વાઇપ કરતાં પહેલા વિચાર કરે છે. ઇન્ટરનેટ પર અનેક વેબસાઇટ્સ હોય છે, જેમાં અમુક ખરેખર સાચી હોય છે જ્યારે અમુક છેતરનારી હોય છે. તમને જે ઓફર કરવામાં આવે છે તે કદાચ સાચી અને સારી પણ હોય. પણ તમે સુરક્ષિત વ્યવહારો માટે સામાન્ય રીતે વેબસાઇટની રેટિંગ પરથી તેમની યોગ્યતા નક્કી કરી શકો છો. માટે વેબસાઇટ્સ તપાસો અને ખાતરી કરો. મોટાભાગની બેન્કો અને ક્રેડિટ એજન્સીઓ ગ્રાહકના વ્યહવારો યોગ્ય રીતે થાય એ માટે એન્ક્રિપ્ટ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. પરંતુ જો તમને શંકા જાય તો હોટેલ પર કૉલ કરીને ખાતરી કરો કે જે વિક્રેતા મારફતે તમે બુકિંગ કરી રહ્યાં છો તે યોગ્ય છે. જેથી તમારી બેંકની વિગતોનું રક્ષણ કરી શકાય.

બુકિંગ માટેનો સમય પણ મહત્વનો છે

hotel-booking-tips

તહેવારોની મોસમમાં અને પ્રાદેશિક ઘટનાઓ દરમિયાન અણધાર્યા ઘસારાને લીધે સામાન્ય રીતે હોટેલો તેમનું ભાડું વધારે છે. પણ જો તમે સ્માર્ટ રીતે વિચારો તો, હોટેલના રૂમનું અગાઉથી બુકિંગ કરવાથી તમને ઘણો લાભ થશે. આ ઉપરાંત વિવિધ સ્કીમોનો લાભ મેળવીને તમે નફાનો સોદો કરી શકો છો.
હોટેલો તહેવારો માટે સ્પેશિયલ ઓફર આપતી હોય છે, માટે તમારા પ્રવાસના નિર્ણય પર અડગ રહો અને આવી ઓફર ઝડપી લો. અનેક હોટલો એડ્વાન્સ બુકિંગ સમયે તમને ફ્રી નાસ્તો અને વાઇ ફાઈ જેવી સુવિધાઓની લાલચ આપશે. માટે તેમની આતુરતાનો લાભ લઈને તમે આકર્ષક લાભ મેળવી શકો છો.

હંમેશા ઝીણી વિગતો તપાસો

hotel-booking-tips

જે હોટેલમાં તમે રહેવાનુ નક્કી કર્યું છે તે તમને રોયલ્ટી બોનસ આપે છે? જો તમે થર્ડ પાર્ટી કે વેબસાઇટ દ્વારા બુકિંગ કર્યું હોય તો તમને એ લાભ મળશે? રૂમ ભાડામાં નાસ્તો અથવા ફ્રી પિક-અપ સેવાનો સમાવેશ થાય છે? હોટેલનું બુકિંગ કેન્સલ કરવા માટેની નીતિ શું છે? આ બધા કારણો છે કે હોટેલ તેમની અમુક ‘ભૂલો’ છુપાવવા માટે પોતાની "શરતો" નાના અક્ષરોમાં લખવાનું પસંદ કરે છે. હકીકત એ છે કે જો કોઇ તમને આ વિશે જાણવા ઇચ્છતા હો અને જો તને હોટેલની ડીલ વિશે જાણવાની ઈચ્છા હોય તો તેના ગ્રાહકોના રિવ્યુ તપાસો. ઘણાં લોકોએ ત્યાં જે સુવિધાઓ મેળવી હશે અથવા તેઓને ખરાબ અનુભવ થયો હશે તો તેના વિશે તમને જાણવા મળશે જે તમને હોટેલ પસંદ કરવામાં મદદ કરી શકે છે.
ટૂંકમાં, પૂરું સંશોધન કરો.

પૂછવામાં સંકોચ ન રાખો

એ વાત સાચી છે કે કોઈ આપણને વધુ પ્રશ્નો પૂછે તો તેના બુદ્ધિશાળી હોવા વિશે મનમાં શંકા ઉત્પન્ન થાય છે.પરંતુ જ્યારે સારી હોટેલની બુકિંગ માટેની વાત હોય તો પ્રશ્નો પૂછવા એ શ્રેષ્ઠ છે.(અથવા બીજા શબ્દોમાં કહીએ તો અમુક માગણી કરવી) દરેક હોટેલ પોતાના ગ્રાહકો ફરી વાર આવે તેઓ પ્રયત્ન કરે છે. તેઓ તમે તમની આગામી મુલાકાત લેવાનું પસંદ કરો એ માટે જે પ્રયાસો કરે છે તે જાણીને દંગ થઈ જશો. માત્ર એટલું કરો કે રિસેપ્શન મેનેજર સાથે નમ્રતા પૂર્વક રેસ્ટોરન્ટના ડિસ્કાઉન્ટ, અથવા સ્પાની ફ્રી મુલાકાત વિશે યુક્તિ પૂર્વક પ્રશ્નો કરો. અથવા આવી જાણકારી મેળવવા માટે હોટેલના સ્ટાફને મિત્રો બનાવી શકાય છે!
 

આશા છે કે આ ટીપ્સ સાથે તમે વધુ સારી રીતે હોટેલ પસંદ કરી શકશો. જો તમારી પાસે પણ સારી હોટેલ બુક કરવા વિશે અન્ય કોઇ સૂચનો હોય તો અમને જરૂર જણાવો.