નવપરણિત યુગલો માટે યુરોપની શ્રેષ્ઠ હોટેલ

Chandana Banerjee

Last updated: Jun 27, 2017

Want To Go ? 
   

વેનિસમાં રોમેન્ટિક ગોન્ડોલા રાઈડ પર જાવ કે પછી રાજ-સીમરનની જેમ સ્વિત્ઝરલેન્ડમાં સપનાની જિંદગી જીવી લો. જાવ અને લન્ડન આઈ પરનાં તમારા ખાનગી કેપ્સ્યુલ માંથી લન્ડનની  ક્ષિતિજને સ્પર્શી લો અને મોઝાર્ટની જેમ જ પ્રાગમાં ઓપેરા સીડીથી નીચે ચડ-ઉતર કરો.મોજથી જીવો ને મજા માણો. યુરોપમાં તમને તમારી જિંદગીની અધુરી ઈચ્છાઓ પૂરી કરવાના તમામ વિકલ્પો મળી જ રહેશે અને એટલે જ અમે અહી તમારા વિશિષ્ટ વ્યક્તિ સાથે રજાઓનો અને રોમાન્સ માહોલ બનાવવા મદદ કરે એવી આ હોટેલો લઈને આવી પહોચ્યા છીએ.

હોટેલ નેરુડા, પ્રાગ

hotel-neruda-prague

જયારે એક અનોખી પ્રાચીન વિશ્વની શૈલી અને આધુનિક સૌંદર્યોનું સંયોજન થાય તો તમને શું મળી શકે?અરે.. તમને પ્રાગમાં આવેલ હોટેલ નેરુડા મળી શકે. એ જ પ્રાચીન વિશ્વની મોહકતા , સમકાલીનતા અને વધુ અનેક આકર્ષણો ધરાવતી અદ્ભુત હોટેલ છે. આજના પ્રવાસીને જે આરામદાયક અને તમામ સગવડતા સાથેનું સ્થળ જોઈએ છે તે બધું જ અહી છે. આ ઉપરાંત નેરુડા પ્રાગ કેસલથી થોડા પગલાંઓ જ દુર છે.  સ્વાદિષ્ટ કોમ્પ્લીમેન્ટરી નાસ્તો, યુગલો માટે આશ્ચર્યયુક્ત સ્વાગત,સોના બાથ, વર્લપુલ અને મસાજ સુવિધાઓ તમને સ્વર્ગનો અનુભવ કરાવે છે. તો તેમની ખાસ સિગ્નેચર ડીશ હોટ ચોકલેટ ની ચુસ્કીઓ અને હોમમેડ બેકરી આઈટમો તમારા મજામાં વધારો કરશે.. આમ, રોમેન્ટિક હોટેલ નેરુડા તમારા હનીમૂન દરમિયાન રહેવા માટેનું એક માત્ર આદર્શ સ્થળ હોઈ શકે છે.

કિંમત:  રૂ. 3580 પ્રતિ રાત્રિ થી શરુ

સ્થાન: નેરુદોવા 44, 118 00 પ્રાગ 1, ચેક રિપબ્લિક

Book Your Stay at Hotel Neruda

ટાઇટેનિક ચૌસી, બર્લિન

Titanic-Chaussee-Berlin

 

વિશ્વના વિવિધ ભાગોમાં વૈભવી મિલકતો ધરાવતી ટાઇટન્સ હોટેલ – એ વિશ્વભરની હોટેલોમાં ટાઇટન  છે. જો તમે બર્લીનમાં હનીમુન મનાવવાનો વિચાર કરી જ ચુક્યા હોવ તો શહેરના મધ્યમાં આવેલ અને મુખ્ય ટ્રેન સ્ટેશનથી ખૂબ જ નજીક આ ટાઇટેનિક ચૌસીમજ  રોકાવાનું નક્કી કરજો. હેમબર્ગર બેહ્નોફ નામના અદ્યતન આર્ટ મ્યુઝિયમથી થોડી મિનિટ જ દુર સ્થિત અને સુંદર આર્કિટેક્ચર ધરાવતા હેક્ષ્ચાર માર્કેટના ખૂણે આવેલી આ હોટેલ પાર્ટીઓ અને વાનગીઓ માટે જાણીતી છે. અહીંથી તમે તમારા હનીમુનની ઘણી યાદગાર સ્મૃતિઓ લઇ જઈ શકો છો. પછી તે તેમના વેલનેસ અને ફિટનેસ સેન્ટરોમાં સ્પા અને સ્પોર્ટ્સ હોય કે   ઇન હાઉસ રેસ્ટોરાંમાં ભૂમધ્ય સમુદ્રની ક્વીઝીનનો સ્વાદ કે પછી તેના સુંદર હુંફાળા  રૂમ્સ બધી રીતે આ હોટેલ લાજવાબ છે. રાહ શું જુઓ છો? સામાન પેક કરો અને આવી જાઓ

કિંમત: રૂ. 12804 પ્રતિ રાત્રિ થી શરુ

સ્થાન: ચૌસાએટ્રાબે  30, 10115 બર્લિન, જર્મની

Book Your Stay at Titanic Chaussee

સ્પ્લેન્ડીડ વેનિસ, સ્ટાર હોટેલ્સ વેનિસ

Splendid-Venice-Star-Hotels-Venice

એક એવી જગ્યા છે જ્યાં વેનિસના વૈભવનો સાર જોવા મળે છે અને હનીમુનરો માટેનું આદર્શ સ્થળ. અહીના 165 રૂમમાંથી આ અનોખા નગરને શ્વાસ લેતા તમે જોઈ શકો છો.ઇન હાઉસ રેસ્ટોરન્ટના ભોજનની આહલાદકતા માણતા માણતા તમે વેનીસના ખાસ તરતા ગોન્ડોલાને જોઈ શકો છો. આ ઉપરાંત અદ્ભુત સ્થાન એવા રીયાલ્ટો બ્રિજ અને સાન માર્કો સ્ક્વેરથી માત્ર 5 મિનિટના જ રસ્તે આવેલ આ હોટેલ લવબર્ડ્સ માટે પરફેક્ટ છે.જયારે પણ અહી બુકિંગ કરવો ત્યારે યુગલો માટેની ખાસ ઓફર જરૂર ચેક કરજો.

કિંમત: રૂ. 10443 પ્રતિ રાત્રિ થી શરુ

સ્થાન: સાન માર્કો મેર્ચેરી, 760, 30124 વેનેજિયા, ઇટાલી

Book Your Stay at Splendid Venice

મે ફેર હોટેલ, લન્ડન

The-May-Fair-Hotel-London

જો તમારે સંપન્નતા અને લક્ઝરી બંને એક સ્થળે જ જોઈતા હોય તો મે ફેર હોટેલ તમારા માટે આદર્શ સ્થળ છે. જો તમે ભપકાદાર રોકાણ કરવા ઇચ્છતા હો તો, વાજબી ભાડા અને  સુપર વૈભવી જગ્યાવાળી લંડનના હદય સમા વિસ્તારમાં સ્થિત  આ મોહક હોટેલ તમારા માટે જ છે. જે તમારા હનીમૂનને યાદગાર બનાવશે. આ ઉપરાંત અહીના બારમાં સ્પેશિયલ મિક્સ કરનારાઓ દ્વારા ખાસ પીણાં બનાવાય છે જે તેઓના  સિગ્નેચર પીણાં છે તેમજ અહીની ખાસિયતોમાં મે ફેર સ્પા ખાતે કાયાકલ્પ પણ તમે કરી શકો છો અને ખાનગી ડાઈનિંગ રૂમમાં એકબીજાનું સાન્નિધ્ય માણતા માણતા ભોજનનો રસાસ્વાદ માણી શકો છો.

કિંમત: રૂ. 18607 પ્રતિ રાત્રિ થી શરુ

સ્થાન: સ્ટ્રાત્તોન સ્ટ્રીટ, લન્ડન, W1J 8LT, યુનાઇટેડ કિંગડમ

Book Your Stay at May Fair Hotel

મેલિયા અથેનાસ, એથેન્સ

Melia-Atenas

મેલિયા અથેનાસ ઓલમ્પિક રમતોના ઉદભવસ્થાન એવા એથેન્સ શહેરમાં આવેલી અતિ આધુનિક હોટેલ છે જે બિલ્ડિંગમાં 9 માં ફ્લોર પર છે, જેના કારણે તે એથેન્સના એક્રોપોલિસ અને લ્યકાબેત્તાસ પહાડો જોવા માટે એક અદભૂત જગ્યા બની રહી છે. જો તમે ગ્રીસમાં તમારા હનીમૂનનો આનંદ લેવા ઈચ્છો છો તો હોટેલ મેલિયા અથેનાસ તમારા માટે એક શ્રેષ્ઠ સ્થાન બની શકે છે. આ હોટેલની ખૂબ જ નજીકમાં નેશનલ આર્કિયોલોજિકલ મ્યુઝિયમ અને ગ્રીક સંસદ આવેલી છે. મેલિયા અથેનાસ હોટેલ તમને તમામ સગવડતા સાથે આરામદાયક રોકાણનો અનુભવ કરાવે છે. અહી હમામ સાથેની હેલ્થ ક્લબ, રૂફ ટોપ સ્વિમિંગ પૂલ અને બહુવિધ વાનગીઓનો આસ્વાદ માણવા માટે અનેક રેસ્ટોરન્ટ આવેલી છે આ હોટેલના રૂમ સુંદર ઇંટિરિયર ધરાવે છે. ઉપરાંત જો તમે તમારો સમય એથેન્સ શહેરમાં પસાર કરવા ઈચ્છો છો તો આ હોટેલ તમને શહેરમાં ચાલતા શ્રેષ્ઠ શો માટે તમારી ટિકિટ બુક કરવાની અથવા એથેન્સમાં આવેલી અન્ય રેસ્ટોરન્ટમાં તમારું ટેબલ પણ રિઝર્વ કરાવી આપવાની સગવડ પણ આપે છે.

કિમંત: રૂ. 5,307 પ્રતિ રાત્રિ થી શરુ

સ્થાન: 14 ચાલકોકોંડલી & 28th ઓક્ટોબર એવ, એથેન્સ

Book Your Stay at Melia Atenas

એચ10 હોટેલ્સ બાર્સિલોના

H10-Hotels-Barcelona

આ હોટેલ બાર્સિલોનાના હૃદયસમા વિસ્તારમાં આવેલ છે, જો તમે તમારી અર્ધાંગિની સાથે હનીમૂન અથવા સમય વિતાવવાનું આયોજન કરી રહ્યાં છો, તો આ એક આદર્શ સ્થળ  છે.  ખરેખર તો 19મી સદીના એક ભવ્ય મકાનના 9મા માળને આ હોટેલમાં ફેરવવામાં આવ્યો છે. અહીના આધુનિક સ્થાપત્ય અને સમકાલીન છટાદાર ઇન્ટીરિયર્સનું સંયોજન તમને મંત્રમુગ્ધ કરશે. H10 હોટેલ ગોથિક ક્વાર્ટર, પાસેગ ડી ગ્રાસિયા અને પ્લાકા કતાલુન્યાની સાવ નજીક હોવાથી શહેરમાં ફરવા માટે એક સારો બેઝ બની રહે છે. વધુમાં, તે આપણને આરામદાયક રૂમો તેમજ શહેરમાં જાણીતાસ્થળોએ ફરવા અને જાણીતા બાર અને રસપ્રદ રેસ્ટોરાંમાં સાંજ વિતાવવાની સગવડ આપે છે.

કિંમત:  રૂ.5308 પ્રતિ રાત્રિ થી શરુ

સ્થાન: રોંડા યુનિવર્સિટીએટ, 21, ઇ 08007 બાર્સિલોના સેન્ટર  બાર્સેલોના

Book Your Stay at H10 Hotel

તો ,હવે તમારી પાસે યુરોપની  શ્રેષ્ઠ હોટેલની યાદી છે અને તમે તમારા હનીમૂનની યોજના તો પહેલેથી જ ઘડી લીધી છે આથી તમારા ખાસ વ્યક્તિ સાથે સમય પસાર કરવા માટે હવે બસ બુકિંગ કરાવવાની જ જરૂર રહેશે. ખરું કે નહીં?

More Travel Inspiration For Prague