બાળકોને મજા કરાવી દે તેવા શ્રીલંકાના 5 કિડ-ફ્રેન્ડલી રિસોર્ટ્સ

Mikhil Rialch

Last updated: Jun 28, 2017

Want To Go ? 
   

શ્રીલંકા મોટે ભાગે તેના દરિયાકિનારા, સમૃદ્ધ સંસ્કૃતિ અને આધુનિક સગવડતા અને અહીના સ્થાનિક લોકોના મૈત્રીપૂર્ણ વ્યહવાર સાથે છેલ્લા કેટલાક વર્ષોમાં એશિયાના લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે પ્રતિષ્ઠા મેળવી રહ્યું છે. હકીકત એ પણ છે કે તે ભારતથી બહુ દૂર નથી અને તે આર્થિક રીતે દરેક લોકોને પોસાય એવું સ્થળ છે માટે શ્રીલંકા જવા માટે લોકોનો ચાર્મ જળવાઈ રહ્યો છે.અહીં શ્રીલંકાના 5 કિડ -ફ્રેન્ડલી રિસોર્ટ્સની માહિતી આપી છે, જે તમે તમારા શ્રીલંકાના પ્રવાસ દરમિયાન પસંદ કરી શકો છો.

સિન્નેમોન ગ્રાન્ડ હોટેલ

Cinnamon-Grand-hotels-in-sri-lanka

શ્રીલંકાની સિન્નેમોન ગ્રાન્ડ હોટેલ બાળકો સાથે રજા માણવા આવેલા પરિવારો માટે અનેક મનોરંજન સુવિધાઓ પૂરી પડે છે. આ હોટેલમાં બે ભવ્ય આઉટડોર સ્વિમિંગ પુલ છે, સાથે તમારા બાળકોને વ્યસ્ત રાખવા માટે સ્ક્વોશ અને ટેનિસ કોર્ટ પણ છે. ઉપરાંત આતિથ્ય લાઉન્જ, પ્લે ગ્રાઉન્ડ, સ્પા, અને આસપાસના જોવાલાયક સ્થળોનો પ્રવાસ કરવા માટેની સુવિધાઓની વ્યવસ્થા કરવા માટે પણ કાઉન્ટર પર કાળજી લેવામાં આવે છે. આ ઉપરાંત સ્વાદના શોખીનો માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વાનગીઓના સ્વાદ માટે લગૂન અને ટેપ્રોબેને રેસ્ટોરન્ટ 24-કલાક સેવા આપે છે. અહી લન્ડન ગ્રીલ અને ઇકો જેવી વાનગીઓ યુરોપિયન પ્રદેશના સ્વાદનો અનુભવ કરાવે છે. આ હોટેલ શહેરના મધ્યમાં સ્થાન ધરાવે છે અને શ્રીલંકા નેશનલ મ્યુઝિયમ, કોલંબો ટાઉનહૉલ અને ક્રેસ્તકેટ બુલવર્ડ શોપિંગ મોલ અહીથી માટે પાંચ મિનિટ જ દૂર આવેલા છે. અને સામાન્ય ખરીદી માટે તમારે બહાર જવાની જરૂર નથી,કારણ કે આ રિસોર્ટની અંદર પણ એક વિશાળ શોપિંગ આર્કેડ આવેલું છે.
સ્થાન: 77 ગાલે રોડ, કોલ્લુપિટિયા, 00100 કોલંબો, શ્રીલંકા
કિંમત : રાત્રિ દીઠ રૂ. 10,000

Book Your Stay at Cinnamon Grand Hotel

સિન્નેમોન લેકસાઇડ

Cinnamon-Lakeside-hotels-in-sri-lanka

કોલંબોમાં શ્રેષ્ઠ 5 સ્ટાર હોટેલ તરીકે પ્રખ્યાત આ સિન્નેમોન લેકસાઇડ રિસોર્ટ તેના વૈભવી અને આરામપ્રદ 346 રૂમ  અને સારા સ્વાદની સુપ્રીમ ગુણવત્તા ધરાવતી હોટેલ છે. કોલંબો શહેરમાં સૌથી મોટું સ્વીમીંગ પૂલ ધરાવતી સિન્નેમોન લેકસાઇડ હોટેલ બાળકોના મનોરંજન માટે ત્રણ ટેનિસ કોર્ટ અને બે વાતાનુકૂલિત સ્ક્વોશ કોર્ટ ધરાવે છે. અન્ય સાગવાડોમાં બાળકો માટે ખાસ વિસ્તાર, વિડિઓ અને બોર્ડ ગેમ્સ, કુદરતના સાનિધ્યમાં પગપાળા પ્રવાસ અને વન્યજીવનના જોવા લાયક સ્થળો, પૂલસાઈડ બાર્બેક્યુ, અને એક્વા લાઉન્જ જેવી સુવિધાઓ બાળકોને એક નવો અનુભવ આપે છે. અહીના આકર્ષણમાં વધુમાં નવ પ્રકારના ડાઇનિંગ હૉલ,  ઇનડોર સ્પા, અન્ય પ્રવાસ અને સાઇટસીઇંગની સેવાઓ, અને સાંજના ડિનર માટે એક અદભૂત ટેરેસ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. શહેરના હૃદયમાં આવેલ હોવાથી અહી આવેલા મહેમાનો આવનજાવનમાં પોતાનો સમય બચાવી શકે છે માટે જ પરિવારો સાથે અહી આવવાનું તમારા માટે મનપસંદ બનાવે છે.
સ્થાન: 115, સર ચિત્તંપાલમ એ, ગાર્ડીનર માવથા ફોર્ટ, 00100 કોલંબો, શ્રીલંકા
કિંમત: રાત્રિ દીઠ રૂ. 10,000

Book Your Stay at Cinnamon Lakeside

સેન્ટરા સીસેંડ્સ રિસોર્ટ એન્ડ સ્પા

Centara-Ceysands-Resort-&-Spa-hotels-in-sri-lanka

આ ફાઇવ સ્ટાર રિસોર્ટ અહીના અત્યંત લોકપ્રિય બેન્ટોટા બીચથી માત્ર પાંચ મિનિટ દૂર આવેલ રિસોર્ટ છે. આ રિસોર્ટ બાળકો સાથેના પરિવાર માટે રજાઓ ગાળવા માટે યોગ્ય પસંદગી છે. સુવિધાઓની દ્રષ્ટિએ જોઈએ તો, આ રિસોર્ટમાં બાળકો માટે ખાસ સ્વિમિંગ પૂલ, સ્પા, જાકુઝી, હેલ્થ ક્લબ, અને કિડ્સ ક્લબ સાથે સુંદર અને વિશાળ સ્વીમીંગ ધરાવે છે. આ રિસોર્ટમાં 156 રૂમ છે જે તેની સર્જનાત્મક ડિઝાઇન અને મહેમાનોની સુવિધા માટે અનેક આધુનિક સુવિધાઓ ધરાવે છે. ખાસ કરીને બાળકો માટે અહી આવેલી રેસ્ટોરન્ટમાં અનેક વાનગીઓ મળે છે. ઇન હાઉસ ડાઇનિંગ સ્પેસ હોવાથી તમે અહી રસોઈનો ભરપૂર આનંદ માણી શકશો.
સ્થાન: અલૂઠગમાં, 00500 બેન્ટોટા, શ્રીલંકા
કિંમત: રાત્રિ દીઠ રૂ. 14,000

Book Your Stay at Centara Ceysands Resort & Spa

અનંતરા કાલુતરા રિસોર્ટ

Anantara-Kalutara-Resort-hotels-in-sri-lanka

ઐતિહાસિક નગર કાલુતરામાં સ્થિત રિસોર્ટ ઉષ્ણકટિબંધીય વિસ્તારના સ્વર્ગનો અનુભવ કરાવે છે. સુવિધાઓ અને સેવાઓની દ્રષ્ટિએ આ અહીના શ્રેષ્ઠ રિસોર્ટમાં ગણવામાં આવે છે અને અહી આવેલા મહેમાનો અહીનું આતિથ્ય અને અનુભવ ક્યારેય ભૂલી શકતા નથી. અહી બાળકો માટે ખાસ સ્વિમિંગ પુલ, બાળકોના સાહસ માટે એક એડવેન્ચર ક્લબ, વોટર સ્પોર્ટ્સ જેવી પ્રવૃત્તિઓ, સારાં પુસ્તકોનો સંગ્રહ ધરાવતું પુસ્તકાલય, રસોઈના વર્ગો, અને પ્રવાસોનું આયોજન કરવામાં મદદ કરતો સ્ટાફ તમને એક આલ્હદક અનુભવ આપે છે. સુંદર સવલતો અને ખૂબ જ ધ્યાનપૂર્વક આપવામાં આવતી સેવાની દ્રષ્ટિએ અનંતરા કાલુતરા રિસોર્ટ ખાતે આવતા મહેમાનો માટે રજા ગાળવાનું એક આદર્શ સ્થળ બની રહે છે.
સ્થાન: સેન્ટ સેબાસ્ટિયન રોડ, કાલુતરા 12000, શ્રીલંકા
કિંમત: રાત્રિ દીઠ રૂ. 15,000

Book Your Stay at Anantara Kalutara

શાંગરી લા હંબનટોટા રિસોર્ટ એન્ડ સ્પા

Shangri-La-Hambantota-Resort-&-Spa-hotels-in-sri-lanka

શ્રીલંકાના ખૂબ જ નૈસર્ગિક દક્ષિણ દરિયાકિનારે સ્થિત, શાંગરી લા હંબનટોટા રિસોર્ટ એન્ડ સ્પા, વન્યજીવનથી સમૃદ્ધ હંબનટોટા પ્રદેશ વચ્ચે આવેલું છે. આ રિસોર્ટમાં 300 રૂમ અને 21 લક્ઝરી સૂઈટ આવેલા છે જે પ્રકૃતિ વચ્ચે તમને રહેવાની સગવડ પૂરી પાડે છે. શાંગરી લા હંબનટોટા રિસોર્ટ એન્ડ સ્પા
પ્રવાસીઓને અનેક સગવડો આપે છે. આ રિસોર્ટમાં બાળકો માટે કૂલ ઝોન કિડ -ક્લબ છે, બાળકો માટે અહી અનેક સાહસિક રમતો અને આઉટડોર વોટર પાર્કસ, ડ્રોન વિસ્તાર, બાળકો માટે ખાસ સ્વિમિંગ પુલ, અને બાળકોને સાચવવાની સુવિધાઓ પણ છે. જેથી માતા-પિતા પોતાના બાળકોને બેબી સિટિંગ સેવામાં મૂકીને પોતાની રાજાઓનો સારી રીતે આનંદ લઈ શકે છે, અને આ ઉપરાંત અહીની રેસ્ટોરન્ટ અને કાફે બંને આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક વાનગીઓની સેવા આપવા માટે તૈયાર જ છે.
સ્થાન: સિત્તરકાલા એસ્ટેટ ચીથરગાલા, અંબાલાનટોટા હંબનટોટા, શ્રીલંકા
કિંમત: રાત્રિ દીઠ રૂ. 13,000


આ બધા ભવ્ય રિસોર્ટ વિશે જાણ્યા પછી તમે તમારી આગામી સફર માટે શ્રીલંકામાં જવા માટે ક્યાં રિસોર્ટમાં જવાનું પસંદ કરશો?

More Travel Inspiration For Colombo