મુંબઇના ધમાલભર્યા જીવનથી થાકીને સપ્તાહના અંતમાં અહીથી દૂર વિસ્તારમાં શાંતિ મેળવવા માટેનો જો તમે વિચાર કરતાં હો, અથવા રોજના રૂટિન જીવનથી કંટાળીને આ મહાનગરની બહાર પ્રકૃતિ સાથે અમુક સમય પસાર કરવા ઈચ્છો છો તો, મુંબઇ નજીક આવેલા આ 10 મનપસંદ પિકનિક સ્પોટની અમારી યાદી આ યાદી જુઓ, અમને આશા છે કે એ તમને નિરાશ નહીં કરે.

મુંબઇથી 230 કિલોમીટર દૂર આવેલ આ સુલા વાઇનયાર્ડમાં તમે આરામપ્રદ શૈલીમાં કાયાકલ્પ કરી શકો છો. અહી તમે શરાબના ગ્લાસ સાથે બેસીને વાઇનનો અનુભવ લઈ શકો છો અથવા તમે તમારા પ્રવાસમાં અહીં આવેલ એક્સક્લુઝિવ વિલામાં રિલેક્સ થઈ શકો છો. સુલા વાઇનયાર્ડ એક દિવસની ટ્રિપ અથવા સપ્તાહના અંતની તમારી રજાઓમાં રોકાણ માટે ઉત્તમ સ્થળ છે. અહી આવેલ કાફે રોઝ રેસ્ટોરન્ટમાં દરેક સમયે ભોજન લઈ શકો છો; ઉપરાંત સ્વિમિંગ પૂલનો આનંદ તો ખરો જ, અહીના વિસ્તારમાં તમે સાયકલ સવારી માટે પણ જઈ શકો છો.
જો તમે સુલામાં રોકાણ કરી રહ્યાં છો, તો તમારે વૈતરણા નદી પર મોદક સાગર ડેમ તરીકે ઓળખાતા વૈતરણા ડેમને જોવા માટે અવશ્ય જવું જ જોઈએ. આ ડેમ મુંબઇને પાણી પુરવઠો પૂરો પાડે છે અને તે નાસિક જિલ્લામાં ઇગતપુરીમાં છે, અને તે તેના આસપાસના સુંદર, અનૂપ અને મનોહર વિસ્તાર માટે જાણીતું છે.

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલ કોલાદ, તેની કુંડલિકા નદીના સુંદર પાણીમાં રાફ્ટિંગ માટે અને અહીના પર્વતો પર કરવામાં આવતા ટ્રેકિંગ માટે જાણીતું છે. સહ્યાદ્રી ગિરિમાળામાં આવેલ આ વિસ્તાર મુંબઇથી 121 કિલોમીટર દૂર છે અને તે અનેક સાહસીક પ્રવૃત્તિઓ જેવી કે, રાફ્ટિંગ, કેનોઇંગ, કેયકિંગ, પેરાગ્લાઇડિંગ, રેપ્લિંગ,રોક ક્લાઇમ્બીંગ, અને નદી ઓળંગવા જેવી પ્રવૃતિઓ માટે લોકોનું પસંદ સ્થળ છે. અહી આવેલા પાણીના ધોધ અને પર્વત પર સાયકલિંગ જેવી અન્ય પ્રવૃત્તિઓ સાહસિકોને કોલાદ તરફ એવી રીતે આકર્ષે છે જેવી રીતે મધ તરફ મધમાખીઓ આકર્ષાય છે.
.jpg)
મુંબઇ થી માત્ર 90 કિલોમીટર દૂર આ શાંતિપૂર્ણ હિલ સ્ટેશન પશ્ચિમ ઘાટમાં આવેલું છે અને તે સમુદ્ર સપાટીથી 800 મીટર ઊચું છે. આ ઇકો સેન્સેટીવ પ્રદેશ વિશ્વમાં આવેલા એવા અમુક સ્થાનો પૈકી એક છે જ્યાં ઓટોમોબાઇલ્સને મંજૂરી નથી, જે અહી શાંતિ અને સુંદર વાતાવરણ જાળવવામાં મદદ કરે છે છે. તમે અહીં ઘાઢ જંગલના વિસ્તારોમાં પગપાળા પ્રવાસ કરી શકો છો, ઘોડા પર બેસીને અહીના નગરમાં લટાર મારી શકો છો. લૌઇસા અને હનીમૂન પોઈન્ટ વચ્ચે પ્રવાસ કરી શકો છો, અને હિલ સ્ટેશન પર ફેલાયેલા વિવિધ પોઈન્ટ પરથી અહીના સુંદર અને મનમોહક દ્રશ્યો જોવાનો આનંદ લઈ શકો છો તેમજ ચાર્લોટ લેકના પિકનિક પોઈન્ટ પર મજા લઈ શકો છો.
.jpg)
કરનાલા પક્ષીદર્શન, પ્રકૃતિ વચ્ચે પર્વતારોહણ અને કરનાલા ફોર્ટની મુલાકાત સાથે પોતાની રજાઓ માણવા આવતા લોકો માટે એક સુંદર સ્થાન છે. પનવેલથી આશરે 12 કિલોમીટર દૂર કરનાલા પક્ષી અભયારણ્ય 12.11 ચોરસ કિલોમીટરમાં ફેલયેલું છે જેમાં નિવાસી પક્ષીઓની 150 પ્રજાતિઓ અને વિદેશથી આવતા પક્ષીઓની 37 જાતો તમને જોવા મળી શકે છે. આ ઉપરાંત, દેવગીરીના યાદવ દ્વારા બાંધવામાં આવેલ કરનાલા કિલ્લો, જે પાછળથી તુઘલકે જીતી લીધો હતો તેની મુલાકાત યાદગાર બની રહે છે. જો કે આ કિલ્લા પર જવા માટેયાશરે એક કલાક જેટલો સમય લાગે છે પરંતુ એક વાર તમે આ કિલ્લાની ઉપર પહોચી ગયા પછી તમને મુંબઇ બંદરનું એક કલ્પિત અને સુંદર દ્રશ્ય જોવા મળે છે.
.jpg)
મુંબઇથી માત્ર 96 કિલોમીટર દૂર આ હિલ સ્ટેશન તેના મનોહર અને સુંદર દ્રશ્યો માટે અને તેની ચીકી માટે પ્રખ્યાત છે. લોનાવાલા મુંબઈગરાઓ માટે ખૂબ જ સુલભ પિકનિક સ્પોટ છે. આ 'પોઈન્ટ' પર ઉજાણી માટે આવતા લોકો ટેકરીઓ અને ખીણો વચ્ચે નરનમ્ય કુદરતી દૃશ્યો જોઈ શકે છે. અહીના વિખ્યાત સ્થળોમાં એક રાજમાચી પોઈન્ટ પર છે જે રાજમાચી-શિવાજી કિલ્લો જોવા માટે એક સુંદર સ્થળ છે. ટાઇગર લીપ તરીકે ઓળખાતા ટાઈગર પોઈન્ટની પણ અનેક લોકો મુલાકાત લે છે, જે સમુદ્રથી 650 મીટરની ઊંચાઈએ આવેલું એક સુંદર સ્થળ છે જ્યાં વરસાદના મોસમમાં આલ્હદક અને નાનો ધોધ જોઈ શકાય છે. આ સ્થળ પ્રકૃતિ પ્રેમીઓ માટે એક આદર્શ સ્થાન છે.

દરિયા કિનારે આવેલ આ ગામ મુંબઇથી 102 કિલોમીટર દૂર છે અને ગેટવે ઓફ ઈન્ડિયાથી હોડી મારફતે માંડવા બીચ પર જઈ શકાય છે. આ સ્થળ તેના ચમકદાર બીચ, અને આહલાદક અને રુચિકર ભોજન તેમજ વોટર સ્પોર્ટ્સ માટે જાણીતું છે. તમે અહીં માત્ર એક દિવસની ટ્રિપ માટે અથવા સપ્તાહના અંતમાં રજાઓ માણવા માટે આવી શકો છો. તમે અહીના ગામમાં ફરતા ફરતા તમારો સમય પસાર કરી શકો છો, અથવા RCF ની જેટીની આસપાસના વિસ્તારમાં બીચની મજા માણી શકો છો અને માંડવા બીચ પર વૉકિંગ કરતાં કરતાં સ્થાનિક માછીમાર લોકો સાથે વાતચીત કરી શકો છો.

એલિફન્ટા ટાપુ મુંબઈથી 10 કિલોમીટર દૂર પૂર્વમાં આવેલ એક ટાપુ છે. ગેટવે ઓફ ઈન્ડિયાથી હોડી મારફતે એક કલાકમાં પહોચી શકાય છે. અહી અજંતા અને ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ જેવી કોતરણી કરવામાં આવેલ ભીંતચિત્રો સાથેની સાત પ્રાચીન ગુફાઓ છે. આ ગુફાઓમાં ફર્યા પછી તમે કેનોન હિલ પર જવા માટે પર્વતારોહણ કરી શકો છો જ્યાં ટોચ પર જૂની તોપ જોવાનો લહાવો માણી શકો છો. આ બધુ કર્યા પછી તમને ચોક્કસ ભૂખ લાગી શકે છે માટે તમારી સાથે નાસ્તો લેવાનું ચુકતા નહીં! હા, નાસ્તા માટે તમારી મહેફિલ જમાવતા પહેલા અહીના નિવાસી વાંદરા તમને પરેશાન ન કરે એવું સ્થળ શોધવાનું ભૂલશો નહીં.

સંજય ગાંધી નેશનલ પાર્કના પૂર્વીય ભાગમાં આવેલ યેઉર હિલ્સમાં છ નાના નેસ છે જેમાં સ્થાનિક આદિવાસીઓ રહે છે.અહીના ધોધ અને ગાઢ જંગલના વિસ્તારમાં પ્રકૃતિ પ્રેમીઓ માટે આ વનમાં ટ્રેકિંગ કરવા માટે સ્વર્ગસમું છે. આ ઉપરાંત પક્ષીદર્શન માટેના ઉત્સાહી શાળાના બાળકો પણ અહીની ખાસ મુલાકાત લે છે. યેઉર હિલ્સમાં અમુક રિસોર્ટ પણ છે, જ્યાં તમે આરામ સાથે તમારો દિવસ પસાર કરી શકો છો. અને અહીનું સ્વાદિષ્ટ ભોજન પણ વખણાય છે માટે મુંબઈગરાઓ માટે એક સુલભ પિકનિક સ્થળો પૈકી એક છે જે અહીથી માત્ર 25 કિલોમીટર દૂર છે.

જે લોકો રજાના દિવસોમાં અનેક પ્રવૃત્તિઓ અને ઉત્તેજના સાથે પ્રેમાળ સાથીઓ સાથે વૈભવી મજા માણવા ઈચ્છે છે અને આ સહેલગાહ માટે સારો ખર્ચ કરવા માટે તૈયાર છે તો પછી અંબે વેલી તેમના માટે એક આદર્શ સ્થળ છે. અંબે વેલી 10,000 એકર ક્ષેત્રમાં ફેલાયેલ વિશાળ વિસ્તાર છે, અને અહી અનેક ઇનડોર અને આઉટડોર પ્રવૃતિઓ કરી શકાય છે. લોનાવાલા થી 30 મિનિટના અંતરે અને મુંબઇથી 105 કિલોમીટર દૂર આવેલ અંબે વેલીમાં 7 સ્ટાર રેસ્ટોરન્ટ, 18-હોલ ગોલ્ફ કોર્સ, ફેન્સી વોટર પાર્ક, અને બાળકો માટે એક ખાસ વિશિષ્ટ વિભાગ છે, માટે સતત તણાવમાં રહેતા મુંબઈગરાઓ માટે અહી આવીને રિલેક્સ થવા માટે એક આદર્શ કુટુંબ પિકનિક સ્થળ છે.
.jpg)
એક સમયે નિવૃત્તિ પછી રહેવા માટેના આદર્શ સ્થળ તરીકે ઓળખવામાં આવતા પંચગિની હવે મુંબઇ અને પુણેના લોકો માટે ઉજાણીનું હોટસ્પોટ બની ગયું છે. સહ્યાદ્રી પર્વતમાળાની પાંચ ટેકરીઓ અને ગામો વચ્ચે આવેલું આ સ્થળ મુંબઇથી 285 કિલોમીટર છે અને તેની આરોગ્યવર્ધક આબોહવા માટે જાણીતું છે. તમે અહી આવો તો ધોમ ડેમ, સિડની પોઇન્ટની મુલાકાત લઈ શકો છો. પૌરાણિક માન્યતા અનુસાર, જ્યાં પાંડવોએ પોતાનો સમય પસાર કર્યો હતો એવા ‘ડેવિલ્સ કિચન’ જોઈ શકો છો. અને પારસી પોઇન્ટ પરથી તમને કૃષ્ણ વેલીનું સુંદર દૃશ્ય જોવા મળે છે. પંચગિની વિશે જાણવા જેવી અન્ય રસપ્રદ વાત એ છે કે અહીની પાંચ ટેકરીઓની ટોચ પર આવેલ વોલ્કેનો પ્લેટૂ નામનો ઉચ્ચ પ્રદેશ, જે એશિયામાં બીજા નંબરનું સૌથી ઊંચું સ્થળ છે, જે તિબેટન ઉચ્ચ પ્રદેશ પછીના ક્રમે આવે છે.
તો મુંબઈગરાઓ જો તમે પોતાની આગામી પિકનિક માટે કોઈ સરસ જગ્યા અથવા એક દિવસની ટ્રીપ અથવા સપ્તાહના અંતમાં રજાઓ ગાળવા માટેના રસપ્રદ સ્થળ શોધવા માટે માથું ખંજવાળી રહ્યાં હોય તો અમારી આ યાદી માંથી એક સ્થળ પસંદ કરો, અને તમારી રજાઓને આલીશાન બનાવવા માટે તૈયાર થઈ જાવ.
Book Your Flight to Mumbai Now!
5 Reasons Why You Should Book a Cruise Holiday Now!
Shubhra Kochar | Mar 25, 2021
A Holiday for Every Mood: 5 Magical Moments You Can Experience Only on Cordelia Cruises!
Supriya Taneja | Mar 31, 2021
Take a Quick Break from Mumbai to These Fabulous Pool Villas!
Garima Jalali | Nov 18, 2020
Travel to These Places in the World to Catch on the Hip-Hop Vibe!
Ashish Kumar Singh | Jul 18, 2019
Check out These Celebrity Hotspots in Mumbai! Brace Up to Get Star Struck
Surangama Banerjee | Jul 12, 2019
Would You like to Stay in a Floating Tent? Well, You Can!
Surangama Banerjee | Jun 7, 2019
The Best Places in Mumbai: There's Something for Everyone!
Ashish Kumar Singh | Apr 10, 2019
India’s First Luxury Cruise from Mumbai to Goa Is Here!
Neha Sharma | Apr 26, 2024
14 Days. 3 Cities. Zero Chill: A European Adventure in My 20s
Anisha Gupta | Dec 19, 2025
Milestone Moments and Memorable Escapes in Ras Al Khaimah
Swechchha Roy | Dec 11, 2025
Milestone Moments and Memorable Escapes in Ras Al Khaimah
Swechchha Roy | Dec 11, 2025
Your Guide to an Action-Packed Friends’ Holiday in Ras Al Khaimah
Swechchha Roy | Nov 17, 2025
Your Guide to an Action-Packed Friends’ Holiday in Ras Al Khaimah
Swechchha Roy | Nov 17, 2025
Holidays Made for You (and Everyone You Love) in Ras Al Khaimah
Swechchha Roy | Oct 6, 2025
Travel Light, Shoot Smart: Roshani Shah’s Guide to Travel Photography
Pallak Bhatnagar | Oct 15, 2025
Through the Lens: Capturing Global Wonders with Sony Cameras
Pallak Bhatnagar | Oct 6, 2025