હિમાલયની ગિરિમાળાઓમાં આવેલો દેશ, ભૂતાન સૌથી લાંબા સમય સુધી રહસ્યો અને લોકકથામાં છુપાયેલો દેશ રહ્યો છે. આ એવો દેશ છે જ્યાં કુલ રાષ્ટ્રીય આનંદના આંક (ગ્રોસ નેશનલ હેપીનેસ)ના આધારે સફળતા આંકવામાં આવે છે અને જીવન જીવવાના બૌદ્ધ માર્ગ તેમજ આધુનિકતાનો સમન્વય થાય છે. હિમાલયનો અદ્દભુત નજારો, શાંતિપૂર્ણ બૌદ્ધ મઠો અને આનંદી લોકોનું ઘર એટલે ભૂતાન.
શું રજાઓમાં તમે ફરી પ્રફુલ્લિત થવાનું વિચારી રહ્યા છો? તો ભૂતાન જ શા માટે જવું જોઈએ તેના કારણો અહીં આપ્યા છે.
હિમાલયના ઊંચા શિખરો વચ્ચે આવેલું છેલ્લું સામ્રાજ્ય એટલે ભૂતાન, જે ખરા અર્થમાં ‘અંતિમ શાંગરી લા’ છે. અહીં હિમાલયના મેદાનોના વિસ્મયકારક દ્રશ્ય, બરફથી ઢંકાયેલા પહાડો અને સાથે સુંદર ઘાસના મેદાનો અને પ્રાચીન જંગલોનું સૌંદર્ય ઘડી ભર તો આંખોને વિશ્વાસ ન આવે તેવું અદ્દભુત છે. સુંદર મેદાનો પરથી આવતી સ્વચ્છ અને શુદ્ધ હવાના અહેસાસ વચ્ચે તમને જાણીને આશ્ચર્ય થશે કે, ભૂતાન દુનિયામાં સૌથી પહેલો અને એકમાત્ર શૂન્યથી પણ ઓછી કાર્બનની માત્રા ધરાવતો દેશ છે, અર્થાત આ એવો દેશ છે જ્યાં કાર્બન ઉત્સર્જન કરતાં વધુ શોષાય છે.
દરેક પ્રકારના પ્રવાસીઓ માટે ભૂતાનમાં કંઈકને કંઈક છે, જેમાં ખાસ કરીને ભારતીયોને પ્રસન્ન થવાનું એક વિશેષ કારણ છે! અહીં ભારતીયોને વિઝા ઓન અરાઈવલ મળે છે અને રોયલ્ટી ફીમાંથી મુક્તિ (અન્ય દેશના નાગરિકોને ભૂતાનમાં રોજના ઓછામાં ઓછા USD 250નો ખર્ચ થાય છે) ના કારણે રજાઓ માણવા માટેનું આ સરળ સ્થળ બની ગયું છે. ભૂતાનમાં ભારતીય વાનગીઓનો સ્વાદ માણીને તેમજ ભારતીય ચલણમાં જ વ્યવહાર કરીને અહીં તમને તદ્દન ઘર જેવો જ અહેસાસ થાય છે. ભૂતાની લોકો ખૂબ જ પ્રફુલિત મને આવકાર આપે છે, અને મોટાભાગના લોકો ખૂબ સારી રીતે હિન્દી બોલી અને સમજી શકે છે! પ્રાચીન અને આધુનિક ભૂતાનની વૈવિધ્યતા અહીંની અનંતકાલિન રસપ્રદ બાબત છે.
ભૂતાનમાં નવી જોવાની અને જાણવાની અનેક જગ્યાઓ છે. તેમાં અચૂક મુલાકાત લેવા જેવા સ્થળોમાં તાકતસુંગ પાલફુગ મઠ, ખૂબ લોકપ્રિય એવો વાઘનો મઠ છે. પારો ખીણથી 900 મીટરની ઊંચાઈએ ખડક પર નિર્મળ શાંતિ વચ્ચે આરામની ક્ષણો, ખીણમાં ચારેબાજુ સુંદર ઘટાટોપ જંગલોના ચોતરફી દ્રશ્ય વચ્ચે મઠનો પ્રવાસ; પ્રાર્થનાની ધજાઓના ફેલાયેલા દૃશ્ય સાથે જોડાયેલો આ દ્રશ્ય અત્યંત સુંદર હોય છે.
આ સ્થળ પ્રકૃતિ અને જંગલ પ્રેમીઓને ખૂબ જ આનંદ આપે છે; કારણ કે અહીં 70% જમીન વિસ્તાર કુદરતી રીતે જાળવણી કરાયેલા વિસ્તાર તરીકે સંવર્ધિત છે, અને નજીકમાં જ ભૂતાનના રાષ્ટ્રીય પ્રાણી –તાકીન, સ્નો લેપર્ડ, કાળી ગરદન વાળા બગલા અને વાઘનું ઘર ગણાતા રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે. સાહસ પ્રેમીઓ અહીં લોંગ હાઈક્સ અથવા ટ્રેક્સ ઉપરાંત પર્વતારોહણ, કાયાકિંગ, ફિશિંગ સહિત અન્ય ઘણી સાહસપૂર્ણ રમતોનો આનંદ લૂંટી શકે છે. આ ઉપરાંત અહીં ખૂબ રસપ્રદ ભૂતાનિઝ કુશિન પણ છે. અહીં મરચું માત્ર સ્વાદ માટે નહીં પરંતુ મુખ્ય ડીશ તરીકે જ ભોજનમાં આવે ત્યારે સ્વાદના કેવા ચટાકા લાગે તે તમે સમજી શકો છો.
આમ તો આખા વર્ષમાં ગમે ત્યારે ભૂતાન જઈ શકાય પરંતુ વસંત (એપ્રિલથી જુલાઈ) અથવા શરદ (સપ્ટેમ્બરથી નવેમ્બર) અહીં ફરવા માટે ઉત્તમ સમય છે. આ મહિનાઓમાં અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે કારણ કે અહીં સેચુસ મહોત્સવ (ડાન્સનો મહોત્સવ) ઉજવાય છે. ટર્કર, અથવા જેઓ બસ મુક્ત મને ફરવા માંગે છે તેમણે માર્ચ થી મે મહિના દરમિયાન પ્રવાસ કરવો જોઈએ જેથી ફુલોથી ઢંકાયેલા પહાડોનો દ્રશ્યો માણી શકે, અથવા સપ્ટેમ્બર થી નવેમ્બર દરમિયાન જવું જોઈએ જેથી પહાડોનું સુંદર દૃશ્ય માણી શકે. ચોમાસાની ઋતુ એટલે કે જુલાઈ અને ઓગસ્ટનો સમય પણ, વરસતા વરસાદમાં ભૂતાનમાં ફરવા માટે સારો છે કારણ કે અહીં તમારો રસ્તો અવરોધે એવો ભારે વરસાદ કે પવન નથી હોતો.
તમારા પ્રવાસનો હેતુ પુરો થાય તેવા વિશેષ પેકેજ ઉપલબ્ધ હોય છે. તમે હનિમૂન/રોમેન્ટિક પેકેજ, ફેમિલિ પેકેજ અથવા જેઓ દિલથી યુવાન છે તેમના માટે ખાસ પેકેજમાંથી કોઈપણ પસંદ કરી શકો છો. ઉપલબ્ધ પેકેજોમાં સંખ્યાબંધ સેવાઓ સમાવિષ્ટ હોય જ છે તેમ છતાં પોતાની રીતે ભૂતાનમાં ફરવું હોય તો કસ્ટમાઈઝ પેકેજ પણ ઉપલબ્ધ છે. સીધી જ ફ્લાઈટની કનેક્ટિવિટી, ખાસ કરીને મુંબઈ, બેંગલુરુ અને અમદાવાદથી હોય તેવા પેકેજ પણ ઉપલબ્ધ છે. તમારો ફ્લાઈટનો વિકલ્પ ભલે ગમે તે હોય, પણ તમે ભૂતાન પરથી ઉડો ત્યારે હિમાલયની ગિરિમાળાઓના વિશાળ મનોરમ્ય દૃશ્યનું માણવાનું જરાય ન ચુકતા, જેમાં માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ કાંચનજંઘા પણ દેખાય છે. ભૂતાનમાં બધી જ શ્રેણીમાં રહેવા માટેના અલગ અલગ વિકલ્પો પણ મળી રહે છે. એકાંત જગ્યાએ આવેલી અનોખી હોટેલથી માંડીને શહેરના હાર્દમાં આવેલી વૈભવી હોટેલ- સહિત દરેક પ્રકારની હોટેલમાંથી વિરાટ ડ્રેગનની ભૂમિનો આહ્લાદક દ્રશ્ય જોવા મળે છે!
Packages starting from INR 16,489*
Book Your Bhutan Holiday Package Here!
*Prices may vary
Druk Path Trek With the Shape Shifting Mahakala!
Sachin Bhatia | Oct 25, 2024
Jazz Up your Holiday with these Top Cultural Experiences in Bhutan
Jyotsana Shekhawat | Jul 20, 2023
Explore Bhutan—The Land Of Nature And Adventure!
Jyotsana Shekhawat | Jul 20, 2023
Why Pick Bhutan for Your Next Budget Family Trip? Check out the Top Attractions & Activities
Pallak Bhatnagar | Feb 19, 2024
Our Fun Girls’ Trip to Bhutan!
Hardeep Kaur | Jun 22, 2020
#TravelGoal for This Summer: Take Off to Bhutan!
MakeMyTrip Holidays | Mar 9, 2020
Here's How to Enjoy the Perfect Offbeat Honeymoon in Paro!
Pallavi Patra | Oct 9, 2019
Best Hotels in Bhutan: 3 for Every Budget!
Namrata Dhingra | Jan 4, 2021
Turn Your Holiday into a Love Story in Ras Al Khaimah!
Swechchha Roy | Sep 26, 2025
Colours of Mexico: From Capital Streets to Caribbean Shores
Pallak Bhatnagar | Aug 26, 2025
Chasing Sunsets in Morocco: An 8-Night Journey of Soul and Spice
Pallak Bhatnagar | Aug 22, 2025
Unveiled: A Line-up of Exciting Events in Abu Dhabi!
Surangama Banerjee | Jul 3, 2025
5 Off-the-grid Places You Need to Visit with the Oppo Reno14
Tanya Sharma | Jul 2, 2025
Why Oppo Reno14 is the Perfect Travel Companion
Tanya Sharma | Jul 2, 2025
Experience the Wild Heart of Northern Australia: Darwin, Litchfield, and Katherine!
Swechchha Roy | Jun 10, 2025
Experience the Soul-Stirring Treasures of Kakadu National Park
Swechchha Roy | May 26, 2025