ફન, ફેબ્યુલ્સ અને ફ્રી એટેલ ફૂકેટ ! ચાલો આ ફેબ્યુલ્સ ફ્રી થીંગ્સ પર વાત કરીએ..!
તમે નથી ઇચ્છતા કે તમને હોલિડે માટે ચૂકવેલા નાણાંના વળતર તરીકે ફ્રી ગૂડીઝ મળે? બેશકપણે તમે આવી અદમ્ય ઇચ્છા સાથે જ હોલિડે પ્લાન કરો છો. તેથી જ અમે અહીંયા તમારી ફૂકેટની મુલાકાત સમયે ફ્રીમાં એન્જોય કરવા જેવી પાંચ વસ્તુઓની યાદી લાવ્યા છે. તમારે માત્ર હોલિડેના સ્થળ સુધી પહોંચવા મુસાફરી ખર્ચ ઉઠાવવો પડશે. ત્યારબાદ તો પૈસાની ચિંતા વગર આ ફ્રી વસ્તુઓની મોજમસ્તી તો હોલિડેને નિશ્વિતપણે ફેન્ટાસ્ટિક બનાવશે.
થાઇલેન્ડનું ફૂકેટ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે ત્યારે તેના બીચનું આહલાદક સૌંદર્ય જોવાલાયક છે. આઇલેન્ડની ટ્રિપમાં આ મનોરમ્ય બીચની મુલાકાત તો લેવી જ રહી. ફૂકેટના બીચની વિશેષતા બીચ હમ્પિંગ છે. શાંતિથી ભરપૂર સુરિન બીચથી માંડીને લોકપ્રિય પાતોંગ બીચમાંથી તમારું બીચ ડેસ્ટિનેશન નક્કી કરો અને વિના મૂલ્યે યાદગાર પળો વિતાવવા તૈયાર થઇ જાઓ. ફૂકેટના કમલા, કાલિમ, કાતા, નોઇ અને નાઇ હાન જેવા હરિયાળીથી ભરપૂર અને શાંતિ ધરાવતા બીચો પર શોરબકોરથી દૂર તમારા સ્નેહીજનો સાથે નિરાંત અને શાંતિપૂર્વકની પળો વ્યતિત કરવાની અનુભૂતિ તમારું યાદગાર સંભારણું બની રહેશે. તે ઉપરાંત ફૂકેટના દક્ષિણપૂર્વથી 3 કિલોમીટરની અંતર આવેલો સુંદર બનાના બીચની પણ મુલાકાત લેવા જેવી છે. અહીં તમે સૂર્યના સોનેરી કિરણો હેઠળ પરિવાર સાથે શાંતિમય માહોલમાં આનંદની દરેક ક્ષણોને યાદગાર બનાવશો.
રંગીન રાતો, શરાબ અને શબાબની મહેફિલ સાથેની નાઇટલાઇફ, સહેલાણીઓને આવકારતા બાર્સ તેમજ ગ્રાહકોને લલચાવવા ડાન્સ કરતી મહિલા નર્તકોથી પ્રસિદ્વ બાંગલા રોડ કેટલાક માટે નાપસંદ હોય શકે પણ તેમ છતાં તે મદમસ્ત છે અને ફૂકેટના વિશેષ આકર્ષણો પૈકી એક છે. ફૂકેટના પાતોંગ બીચ વિસ્તારમાં સ્થિત બાંગલા રોડ પર આવેલા અનેક રેસ્ટોરાં, બાર્સ, ડિસ્કોથેક, નાઇટક્લબ દરેક રાતને વધુ રંગીન બનાવે છે. જો આ વસ્તુઓથી દૂર રહેવાની ઇચ્છા હોય તો પણ ફૂકેટની રાતની આ મહેફિલ તરફ એક લટારથી પણ તમે રોમાચિંત થશો.
એવી કલ્પના કરો કે તમે કોઇ ખડક પર ઊભીને સમુદ્રના કુદરતી સૌંદર્ય અને મનોરમ્ય નજારાને જોવાનો અનેરો આનંદ લઇ રહ્યા છો અને તે પણ તદ્દન નિ:શુલ્ક. તમે તમારા આ તીવ્ર ઇચ્છાને ફ્રોમથેપ કેપ પરથી પૂરી કરી શકો છો. ફૂકેટના જોવાલાયક નજારાને કેમેરામાં કેદ કરીને આ મેમરીને સાથે લઇ જવા માટે આ જગ્યા ચોક્કસપણે ખાસ છે. કેપ ખાતે આવેલા લાઇટહાઉસમાં કેટલીક ઐતિહાસિક હાથકારીગરીની વસ્તુઓ પણ ડિસ્પલેમાં રખાઇ છે અને બહારના નજારાને જોવા માટે પણ પરિસર છે. લાઇટહાઉસમાં વિના મૂલ્યે પ્રવેશ કરી શકાય છે. ખાસ કરીને સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે ખીલી ઉઠેલા પ્રાકૃતિક સૌંદર્યનો નજારો હરહંમેશ તમારી યાદોમાં કેદ થઇ જશે. (ફૂકેટ ટૂરિઝમની વધુ માહિતી માટે અહીંયા ક્લિક કરો)
ફૂકેટમાં આવેલા નેકર્ડ હિલ્સ પર બિરાજમાન મહાકાય ભગવાન બુદ્વની પ્રતિમા જોઇને તમે પણ મંત્રમુગ્ધ થઇ જશો. ( આ મૂર્તિને કેટલાંક માઇલ્સ દૂરથી પણ જોઇ શકાય છે). 45 મીટરની ઊંચાઇએ સ્થિત ભગવાન બુદ્વની આ વિશાળ પ્રતિમા થાઇલેન્ડમાં સૌથી ઊંચી પ્રતિમા તરીકે વિખ્યાત છે. ફૂકેટમાં માણવા લાયક જગ્યાઓમાં આ પ્રતિમાને ખાસ જોવાની ભલામણ છે. તેની નિર્ભેળ ભવ્યતા અને સુંદરતા ઉપરાંત મંત્રમુગ્ધ કરતા વિશાળ દૃશ્યને હિલ પરથી જોવાનો લહાવો ચૂક્યા વગર માણવાલાયક છે. આ બધી જ વસ્તુઓ તમે એકદમ ફ્રીમાં માણી શકશો.
ટૂરિસ્ટ માટેના ફરવાલાયક સ્થળોથી વિશેષ રીતે વિચારો અને યુરોપિયન પ્રભાવની સાથોસાથ પ્રાચીન સમયની ખૂબસૂરતી ધરાવતા ફૂકેટ ટાઉનની મુલાકાત અચૂક લેવા જેવી છે. દરિયાકિનારાથી પણ સવિશેષ રીતે ફૂકેટને નિહાળવું હોય તો જૂના ફુકેટ તરફ લટાર જરૂર મારવી. સહેલગાહ કરો, ઐતિહાસિક સ્થળો અને ધરોહરોના સાક્ષી બનો અને તમારા કેમેરામાં આ જૂના શહેરની વૈવિધ્યતાને કંડારવાનું ના ભૂલશો.
તો હવે તૈયાર? ફૂકેટની આ માણવાલાયક ફ્રી વસ્તુઓથી તમે થોડાક અંતર જ દૂર છો. હવે ફૂકેટ માટે ફ્લાઇટો, હોટેલો અને પેકેજો બુક કરો, ફક્ત મેકમાઇટ્રિપ સાથે.
Book Your Flight from New Delhi To Phuket
5 Reasons Why Phuket Always Impresses All Kinds of Travellers
Bhavya Bhatia | Oct 19, 2021
Places to Visit in Thailand for Couples
MakeMyTrip Holidays | Mar 9, 2020
Devour This: Long Weekend Planner for a Fab April '17 Holiday
Mayank Kumar | Apr 6, 2017
Top 5 Hotels to Look Out For in India and Thailand
Ankita Sharma Sukhwani | Apr 3, 2017
Things to do in Phuket in 24 Hours
Amit Goswami | Apr 11, 2022
How to Plan a Perfect 4 Day Phuket Holiday
Jaivantika K Singh | Sep 24, 2019
Looking for Honeymoon Places Outside India? You've Reached the Right Place
Ekesh Tewari | Apr 3, 2017
The 5 Craziest Things to Do in Phuket
Aditi Jindal | Sep 24, 2019
6 Rich Experiences to Try on Saudi's Coasts
MakeMyTrip Blog | Dec 3, 2021
After Months of Probing, We Finally Decided to Take the Risk!
Harsh Manalel | Dec 5, 2020
Off-Beat Balinese Resorts for a Safe Vacay! #FromIndonesiaWithLove
Garima Jalali | Nov 19, 2020
#WonderfulIndonesia: Explore These 5 Hidden Islands!
Shubhra Kochar | Nov 19, 2020
#FromIndonesiaWithLove: 5 Balinese Experiences You Can’t Miss!
Shubhra Kochar | Nov 19, 2020
After 6 Months of Boredom, Our Trip to Pondicherry Was a Lifesaver!
Rajat Katiyar | Oct 27, 2020
Top Exotic Resorts for the Perfect Thailand Experience!
Shubhra Kochar | Nov 24, 2022
Escape the Touristy Crowd at Thailand’s Most Secluded Islands!
Shubhra Kochar | Feb 2, 2023