દુબઇ તેના આકર્ષક અને ભવ્ય શોપિંગ મોલ્સ, ગગનચૂંબી વૈભવી સ્થળો તેમજ નિશ્વિત રીતે સોનાં-ચાંદીના ઝવેરાતથી ઝગમગતા ગોલ્ડ સુક બજારને કારણે લોકપ્રિય છે. પણ આ વાંચીને તમે પણ ખર્ચાની ચિંતામાં હશો તો ચિંતા કરવાનું છોડો. જો તમે એક મર્યાદિત બજેટ સાથે દુબઇમાં હોલિડે માણવા આવ્યા હોય અને આ વસ્તુઓની ખરીદી માટે કેટલાંક નાણાની બચત કરવાની ઇચ્છા રાખો છો તો અમે અહીંયા દર્શાવેલી આ યાદી પર એકવાર અચૂક નજર કરો. અહીંયા મોજમસ્તી માટેની આ દસ વસ્તુઓ તમે ખિસ્સામાં હાથ નાખ્યા વગર બિલ્કુલ ફ્રીમાં મેળવશો જે તમારા આ પ્રવાસની દરેક ક્ષણોને વધુ યાદગાર બનાવશે.
ઝાબીલ પાર્ક ખાતે આવેલા ફૂડ અને ક્રાફ્ટ પાર્કમાં કેટલીક આકર્ષક ચીજવસ્તુઓ, રૂચિકર નાસ્તો તેમજ હાથ બનાવટની વસ્તુઓની ખરીદી કરવાનો લહાવો ચૂકશો નહીં. તે સિવાય તમે માત્ર આ ભવ્ય પરિસરની સહેલગાહ કરીને પણ સ્ટોરમાં રહેલી વેચાણની આકર્ષક અને અનેરી ચીજવસ્તુઓને નિહાળીને પણ સંપૂર્ણ દિવસ આનંદમાં પસાર કરી શકો છો. અહીંયા સ્થાનિક સંગીતકારો દ્વારા નિ:શુલ્ક યોજાતા સંગીતના કાર્યક્રમોની મુલાકાત પણ તમને કર્ણપ્રિય અને મધુર સંગીતની દુનિયામાં લઇ જશે.
સ્થળ: અલ કુવોઝ
.jpg)
ર દુબઇની સંસ્કૃતિ કે પરંપરાની ઝલક માટે ચોક્કસપણે અલ શિંદાઘાની મુલાકાત લેવી જ રહી. અહીંયા પ્રવેશ નિ:શુલ્ક છે. અહીં સ્થાનિક કારીગરો દ્વારા હાથ બનાવટની પરંપરાગત વસ્તુઓનું પ્રદર્શન જોઇ શકાય છે. માટીના વાસણોથી લઇને હાથવણાટની વસ્તુઓનું આ કેન્દ્ર ક્રાફ્ટના પ્રેમીઓને ખૂબ આકર્ષિત કરે છે.
સ્થળ: અલ શિંદાઘા વિસ્તાર, દુબઇ ક્રીકની નજીક
.jpg)
ઊંટ રણવાસી આરબોના સાંસ્કૃતિક વારસાનું એક પ્રતીક છે અને રણના આ જ જહાજ વિશે વધુ માહિતી માટે ઊંટનુ સંગ્રહાલય તમારા માટે બેસ્ટ ચોઇસ બની રહેશે. સંગ્રહાલયની મુલાકાત દરમિયાન તમે, યુએઇમાં ઊંટોનો ઇતિહાસ, આરબ અને ઊંટો વચ્ચેનું અતૂટ બંધન, ઊંટોની દોડ સ્પર્ધા તેમજ ઊંટોની શરીરચના જેવા પાસાઓથી માહિતગાર થશો જે તમારી ઉત્સુક્તામાં પણ આપોઆપ વધારો કરશે. તે ઉપરાંત ત્યાં આવેલ ઓડિટોરિયમ પણ ઊંટોને લગતી રજૂઆતો માટે વિશેષ છે.
સ્થળ: અલ શિંદાઘા હેરિટેજ વિલેજ
.jpg)
જો તમે યોગ અથવા ફિટનેસના શોખીન હોવ અને નિ:શુલ્ક વર્કઆઉટની ઇચ્છા રાખતા હોવ તો દુબઇભરમાં પાંચ જગ્યાએ ફ્રેન્ડ્સ ઓફ યોગા દ્વારા સંચાલિત એક કલાકના યોગા- ફિટનેસ સેશનમાં ભાગ લઇને તમે શરીરને ફરીથી તંદુરસ્ત અને સ્વસ્થ બનાવી શકશો. આ ક્લાસ બાદ તમારા શરીરમાં ફરીથી સ્ફૂર્તિ અને તાજગીનો અહેસાસ થશે.
સ્થળ: બરદુબઇ ક્રીક, ડેરાદુબઇ, જેએલટી પાર્ક, જબીલ પાર્ક અને ઇન્ટરનેટ સિટી
જો તમે જ્ઞાન અને ભાષાના દીવાના હોવ તો એટોન ઇન્સિટિટ્યૂટ ખાતે પ્રારંભિક કોર્સમાં સાઇન અપ કરી શકાય છે. અહીંની સાંજ પણ રસપ્રદ અને સાંસ્કૃતિક બની રહે છે. દર મહિને થતી અનેકવિધ રસપ્રદ પ્રવૃત્તિઓની જાણકારી માટે તેઓની ફ્રી એપ ડાઉનલોડ કરી લો અને તેઓની ફ્રી ઇવેન્ટ ચેક કરો.
સ્થળ: નોલેજ વિલેજ
રવિવારના રોજ આકાશમાં ઝગમગતા તારા હેઠળ મૂવિ જોવાની મજા હરહંમેશ યાદગાર બની રહે છે. આ મૂવિ નિ:શુલ્ક હોય છે જેને રાત્રીના આકાશ હેઠળ દેખાડવામાં આવે છે. અહીંયા બીન બેગ્સ પર બેસીને હટકે અંદાજમાં મૂવિ જોવાનો લહાવો તમારી દરેક ક્ષણોને અવિસ્મરણીય બનાવશે.
સ્થળ: પિરામિડ્સ રૂફટોપ કોમ્પ્લેક્સ – વાફી
.jpg)
માછલીઘરની પ્રવેશ ફી 70 દિરહામ છે ત્યારે તમે દુબઇના આ ભવ્ય માછલીઘરની વિશેષ મુલાકાત લઇને દરિયાઇ જીવસૃષ્ટિને જીવંત રીતે માણી શકો છો. અહીંની આ દરેક જીવતં પળો તમારા સ્મૃતિપટમાં કેદ થઇ જશે. દુબઇના પ્રવેશદ્વારની બહાર આવેલ વિશ્વની સૌથી મોટી એક્રિલિક પેનલથી આ નજારો અદ્દભુત અને જોવાલાયક બની રહે છે.
સ્થળ: દુબઇ માછલીઘરની બહારનું પરિસર
વિશ્વભરમાં લોકપ્રિય એવા દુબઇના ડાન્સિંગ ફાઉન્ટેન્સ દર વર્ષે હજારો સહેલાણીઓને આકર્ષિત કરે છે. નવાઇની વાત એ છે કે તમે એક પણ દિરહામના ખર્ચ વગર આ સુંદર નજારાની અપ્રતિમ અનુભૂતિ કરી શકો છો. દુબઇ મોલની લટાર મારીને સંગીતના તાલે ઝુમતા આ ફૂવારાઓને જોઇને તમારા પગ પણ ડાન્સ કરવા માટે થનગનવા માંડશે. તો રાહ ના જુવો અને મ્યુઝિકના તાલે તમે પણ ઝુમી ઉઠો.
સ્થળ: દુબઇ મોલની બહારનું પરિસર
.jpg)
દુબઇના ડેરામાં આવેલું જૂનું અને પરંપરાગત બજાર વિન્ડો શોપર્સ માટે બેસ્ટ ચોઇસ છે. સોનાંના ઝવેરાત અથવા ચટાકેદાર મસાલાની બનાવટોની ખરીદીમાં સમય વિતાવવા ઉપરાંત તમે ખરીદદારોથી ધમધમતા આ વિશાળ બજારની સહેલગાહ કરીને સોનાંના ઝવેરાતની વિશાળતમ શ્રેણીથી લઇને ધૂપ કે પછી પાશ્મીન શાલ જેવી આકર્ષક વસ્તુઓને જોઇને મંત્રમુગ્ધ થઇ જશો અને આકર્ષિત થઇને કદાચ વસ્તુ લેવા પણ લલચાઇ જશો.
સ્થળ: ડેરા જિલ્લો
કુસ્તી અને પહેલવાની જેવી રમતોના શોખીનો અહીંયા ડેરાની માર્કેટ પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં રમાતી મલ્લકુસ્તી જોવાથી મન પ્રફુલ્લિત થશે. અહીંયા ભારત,પાકિસ્તાન અને બાંગ્લાદેશના કુસ્તીબાજો ખ્યાતિ મેળવવા માટે એકબીજા સાથે કુસ્તી રમતા જોવા મળે છે. આ રમતનો જોશ, જુસ્સો અને રોમાંચનું દ્રશ્ય ખરેખર જોવાલાયક બની રહેશે.
સ્થળ: ડેરા
તો દુબઇના ઝગમગતા સોનાંની ખરીદીનું સપનું સાકાર કરવા માટે આ યાદીને પાસે રાખો અને આ જગ્યાની મુલાકાત માટે તૈયાર થઇ જાવ.
Book Your Flight from New Delhi To Dubai
Planning a Family Vacay in Dubai? Spruce Up Your Itinerary with These Experiences!
Jyotsana Shekhawat | Feb 15, 2024
5 Theme Parks in Dubai that Are More than a Roller Coaster Ride!
Jyotsana Shekhawat | Feb 15, 2024
Doorway to Unique Experiences: 7 Museums in Dubai to Add to Your Bucket-list!
Jyotsana Shekhawat | Feb 15, 2024
5 Reasons to Visit Dubai During the Holy Month of Ramadan
Jyotsana Shekhawat | Jan 25, 2024
Dubai: The Home of Luxury Experiences
Deah Gulwani | Feb 5, 2024
Snow, Shopping & Carnivals: Top Winter Activities in Dubai
Jyotsana Shekhawat | Dec 5, 2023
Attend the Dubai Shopping Festival this Winter!
Jyotsana Shekhawat | Dec 5, 2023
Top 5 Things to Do in Dubai During Your Stopover
Sayani Chawla | Jun 12, 2023
14 Days. 3 Cities. Zero Chill: A European Adventure in My 20s
Anisha Gupta | Dec 19, 2025
Milestone Moments and Memorable Escapes in Ras Al Khaimah
Swechchha Roy | Dec 11, 2025
Milestone Moments and Memorable Escapes in Ras Al Khaimah
Swechchha Roy | Dec 11, 2025
Your Guide to an Action-Packed Friends’ Holiday in Ras Al Khaimah
Swechchha Roy | Nov 17, 2025
Your Guide to an Action-Packed Friends’ Holiday in Ras Al Khaimah
Swechchha Roy | Nov 17, 2025
Holidays Made for You (and Everyone You Love) in Ras Al Khaimah
Swechchha Roy | Oct 6, 2025
Travel Light, Shoot Smart: Roshani Shah’s Guide to Travel Photography
Pallak Bhatnagar | Oct 15, 2025
Through the Lens: Capturing Global Wonders with Sony Cameras
Pallak Bhatnagar | Oct 6, 2025