જો તમે ભારતીયોને આવકારતા અને તેઓને વીઝા ઓફર કરતા દેશોની યાદી શોધી રહ્યાં છો, તો આગળ જવાની જરૂર નથી! એક સમય હતો જયારે વિદેશમાં રજાનું આયોજન કરતી વખતે પ્રથમ વીઝા માટે અરજી કરવાની જોગવાઈનો સામનો કરવો પડતો. તે ત્રાસદાયક કતાર, ક્યારેય સમાપ્ત નાં થતાં દસ્તાવેજો, જિજ્ઞાસુ પ્રશ્નો અને લાંબા સમયથી રાહ જોતા આ વીઝા નામના કાગળની રાહ જોવી.જેથી તમે ફરવા જઈ શકો. પરંતુ, જો આ વર્ષે તમે તમારા પ્રવાસની યોજના બનાવી ના હોય તો, તેના માટે પરસેવો પાડતા પણ નહીં!
ઘણા દેશોમાં હવે આગમન માટેના વીઝા (વીઓએ) ભારતીય પાસપોર્ટ ધારકોને ઓફર થતા હોવાથી વિદેશમાં મુસાફરી કરવી હવેથી ભયાવહ અનુભવ નથી. તેથી હવે તમારી બેગને પેક કરો અને સુંદર રીતે ઉનાળાના વેકેશન પર આ સુંદર દેશો જુઓ જે ભારતીયોને આગમન માટે વીઝાની ઓફર કરે છે તેમાંના કોઈપણ દેશમાં કુટુંબ અને મિત્રો સાથે રજા ગાળો.
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
મહેરબાની કરીને નોંધો: વીઝા અંગે જરૂરિયાતો દરેક દેશ માટે બદલાતી રહે છે. આ પોસ્ટ પ્રકાશિત કરતી વખતે, ઉપરોક્ત લિસ્ટેડ દેશો ભારતીયોને ફરવા માટે વીઝા પૂરા પાડે છે.
વિદેશી સ્થળોની લોકપ્રિયતા એટલી વધી રહી છે કે દિવસે ને દિવસે ત્યાના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. અહીં વિદેશમાં જે આવશ્યક સ્થળોની મુલાકાત લેવાય છે અને તમારે ઉનાળામાં ત્યાં પ્રવાસ માટે વિચારવું જ જોઈએ એવા કેટલાક સ્થળોની યાદી આપી છે.

ભારતીયો મહત્તમ ૩૦ દિવસની મુદત માટે, 20 ડોલરની ફી ચૂકવીને કંબોડિયા માટે આગમન પર વીઝા મેળવી શકે છે, તમારે કંબોડિયામાં તમારા રોકાણને સરળ બનાવવા માટે પર્યાપ્ત ફંડો અને પાસપોર્ટ ફોટો તેમજ પૂર્ણ વીઝા અરજી ફોર્મ જેવા મુસાફરી દસ્તાવેજો અને ફ્લાઇટ ટિકિટની ખાતરી કરી લેવી આવશ્યક છે. આ ઉપરાંત તમારો પાસપોર્ટ તમારા આગમનથી લઈને ઓછામાં ઓછા 6 મહિના સુધી માન્ય હોય તે ખાતરી કરવી જરૂરી છે.
ટિપ: તમે ઇતિહાસમાં અડગ રીતે રસ ધરાવતા હો કે ના હો, અંગકોર વાટની મુલાકત લેવી આવશ્યક છે. આ ભવ્ય મંદિરમાં શિવ, વિષ્ણુ અને અન્ય હિંદુ દેવતાઓની મૂર્તિઓની જટિલ કોતરણી તમને મંત્રમુગ્ધ કરી દેશે. કંબોડિયન ઇકોસિસ્ટમની પણ તમામ વન્યજીવન પ્રેમીઓએ આવશ્યકપણે મુલાકાત લેવી જ જોઈએ. કંબોડિયા એક લોકપ્રિય ઉનાળુ સ્થળ છે અને દરેક પ્રવાસની મહત્વાકાંક્ષાનો ભાગ છે!
Book Your Flight to Cambodia Here!

ઇન્ડોનેશિયા માટે ભારતીયોને મહત્તમ ૩૦ દિવસ માટે આગમન પર વીઝા મેળવવા માટે 25 ડોલરનો ખર્ચ થશે! આ ઉપરાંત ઇન્ડોનેશિયામાં તમારા રોકાણને આવરી લેવા તમારી પાસે પૂરતી રકમ છે તેનો પુરાવો બતાવવો જ પડશે, આ આ ઉપરાંત પરત ફરવા માટે કન્ફર્મ થયેલ ફ્લાઇટ ટિકિટ્સ અને ત્યાં રહેવા માટેના સ્થળ અંગેની જાણકારી પણ જરૂરી છે. આ ઉપરાંત તમારો પાસપોર્ટ ઇન્ડોનેશિયામાં તમારા આગમનથી લઈને ઓછામાં ઓછા 6 મહિના સુધી માન્ય હોય તે ખાતરી કરવી જરૂરી છે.
ટિપ: ઉબડ નામના સાંસ્કૃતિક હબની મુલાકાત લો અને સક્રિય જ્વાળામુખી માઉન્ટ બેટુરની મુલાકત લેવી તો આવશ્યક છે જ. સફેદ રેતી પર ચમકતા સૂર્યનો આનંદ માણો, અને તમારા બાકીના જીવન માટે સુંદર યાદોને અને યાદગાર અનુભવોને સાથે લઇ જાવ.
Book Your Flight to Indonesia Here!

જોર્ડન આવતા ભારતીયો આશરે 30 યુએસ ડોલરની ફી ચૂકવીને 2 અઠવાડિયાના આગમન પર વીઝા મેળવી શકે છે. તેઓએ ત્યાં રહેવા અને ફ્લાઈટ્સ અને હોટેલ માટે ઓછામાં ઓછા 1000 યુ.એસ. ડોલર અથવા તેનાથી વધુ લઇ જવા જ જોઈએ. ભારતીયો જો લાલ સમુદ્ર સાથેના એબાકાથી જોર્ડનમાં પ્રવેશી રહ્યા છે તો તેઓને એક મહિનાના વીઝા ફ્રી આપવામાં આવે છે.
ટિપ: ડેડ સી ફ્લોટિંગ ચોક્કસપણે ચુકાઈ નહિ તેનું ધ્યાન રાખજો કારણકે આ અનુભવ જોર્ડન આવતા પ્રવાસીઓમાં વખણાયેલ ટોચની અનુભવો પૈકી એક છે. આ ખારા સમુદ્ર સિવાય બીજે ક્યાં તમે લાઈફ જેકેટ વગર ફ્લોટ કરી શકશો? અથવા તમે પેટ્રાની મુલાકાત લઈ શકો છો, જે રેતીના પથ્થરમાંથી કોતરવામાં આવેલ એક પ્રાચીન શહેર ધરાવતા હોવાનું માન્યતા છે અને હવે વિશ્વની 7 અજાયબીઓનો એક ભાગ છે.
Book Your Flight to Jordan Here!

મકાઉ આવતા ભારતીયો મહત્તમ 30 દિવસ માટે આગમન વીઝા ફ્રી મેળવી શકે છે. તમારા રોકાણ માટે અને આગળ જવા તેમજ ફ્લાઈટ બુકિંગ માટે પુરતું ફંડ સાથે હોય તેની ખાતરી કરો(US$ 60).
ટિપ: એશિયાનું પોતાનું લાસવેગાસ મકાઉ તેની વિશાળ સંખ્યામાં કસિનો અને જુગારના હબ માટે જાણીતું છે. ડ્યૂટી-ફ્રી શોપિંગ માટે લોકપ્રિય સ્થળ ગણાતું મકાઉ શોપિંગપ્રેમીઓ માટે મક્કા છે.
Book Your Flight to Macau Here!

ભારતીયો મહત્તમ 90 દિવસ માટે ફ્રી આગમન પર વીઝા મેળવી શકે છે, પ્રવાસીઓ આગળની ફ્લાઇટ ટિકિટો માટે પુરતું ફંડ અને પૂરતા દસ્તાવેજો લઇ જવા જરૂરી છે. હોટલના ખર્ચ માટે પ્રવાસીઓએ તેમના રોકાણના દિવસ દીઠ અને વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા $ 30 લઇ જવા જ જોઈએ.
ટિપ: માલદીવમાં વિશ્વના ટોચના ડાઇવિંગ અને સ્નૉકરિંગ અનુભવો અને કોરલ રીફના ગતિશીલ રસપ્રદ પાણીની અંદરના જીવનનો અનુભવ કરવાનો ઉત્તમ માર્ગ છે. અહીના નૈસર્ગિક દરિયાકિનારાઓ તમને તમારી તકલીફને પાછળ છોડી દેવા અને ડ્રામેટિક રીતે જીવનને માણવા લોકપ્રિય પ્રવાસન સ્થળ માલદીવને તમારું મનપસંદ બનાવી જ દેશે.
Book Your Flight to Madives Here!
.jpg)
જો મોરિશિયસમાં પહેલેથી કન્ફર્મ બુકિંગ કર્યું હોય તો ભારતીયો મહત્તમ 60 દિવસ માટે આગમન પર વીઝા મેળવી શકે છે, તેની સાથે સ્પોન્સરશિપ લેટર અને પાછા ફરવા માટે કન્ફર્મ બૂકિંગની વિગતો અને તેમના રોકાણ દરમિયાન ખર્ચ માટે પર્યાપ્ત ભંડોળ (લઘુત્તમ 100 ડોલર પ્રતિ દિવસ) જરૂરી છે.
ટિપ: મોરેશિયસ જાવ તો સાત રંગોની રેતી માટે જાણીતા નાનકડા ગામ ચામરેલની જરૂર મુલાકાત લો. મોરિશિયસ માટે સમગ્ર વિશ્વમાં પ્રવાસીઓની સૌથી વધુ માંગ હોય છે જોકે તમે જ્યારે મોરિશિયસમાં હશો, તો તમને ક્યારેય એવું લાગશે નહીં કે તે ગીચ છે. તે પ્રવાસીની પસંદગી પર આધાર રાખીને પોતાનું રૂપ લે છે એટલે કે મોરિશિયસ શાંત પણ હોય શકે અથવા ઈવેન્ટ્સથી ભરપૂર પણ હોઈ શકે છે! અપની અપની મરજી કી બાત હે!!
Book Your Flight to Mauritius Here!

150 દિવસના મહત્તમ રોકાણ માટે ભારતીયોને આગમન પર સિંગલ પ્રવેશ વીઝા આપવામાં આવે છે. બસ તમારે તમારી રાષ્ટ્રીયતા અંગેના દસ્તાવેજ લઇ જવા જરૂરી છે જેમ કે પાસપોર્ટ કે ડ્રાઈવિંગ લાઈસન્સ કે આધાર કાર્ડ અથવા ફોટા સાથેના કોઈપણ દસ્તાવેજ.
ટિપ: પર્વતારોહકો માટે મક્કા ગણાતું નેપાળ સમૃદ્ધ સ્થાપત્ય વારસા અને વિશ્વના શ્રેષ્ઠ લોકોનો સમાવેશ કરે છે. નેપાળ શોપિંગપ્રેમીઓ માટે સ્વર્ગ છે અને ભારતની નિકટતાને ધ્યાનમાં રાખીને વિદેશ મુલાકાત માટે તમારે નેપાળને પ્રથમ સ્થળે રાખવું જોઈએ. ભગવાન બુદ્ધના જન્મ સ્થળ લુમ્બિનીની મુલાકત લેવાનું ભૂલતા નહિ.
Book Your Flight to Nepal Here!

ભારતીયો વધુમાં વધુ 30 દિવસની મુદત માટે સેશેલ્સમાં આગમન પર વીઝા મેળવી શકે છે, વીઝા હાંસલ કરવા તમારે પરત ફરવાની ટીકીટ અને રહેવા માટેની કન્ફર્મ વિગતો સાથે વ્યક્તિ દીઠ 150 યુએસ ડોલરનું ફંડ સાથે રાખવું જરૂરી છે.
ટિપ: સેશેલ્સ એ હિંદ મહાસાગરમાં 115 ટાપુઓનો એક દ્વીપસમૂહ છે અને તે નવવિવાહિત કપલ માટે પ્રખ્યાત સ્થળ છે, તેના મૂળ દરિયાકિનારા, નીલા રંગનું પાણી અને લીલોતરીને કારણે તમને એકબીજાની વધુ નજીક લાવશે.
Book Your Flight to Seychelles Here!

વિદેશી નાગરિકોથી વિપરીત, ભારતીયોને થાઇલેન્ડમાં આવવા ફક્ત 35 ડોલરમાં વીઝા મળી શકે છે! ધ્યાનમાં રાખો કે તમારૂ રોકાણ 15-30 દિવસ કરતાં વધી ન જાય. વધુ કાળજી એ વાત ની લેવાની છે કે પ્રત્યેક પ્રવાસીઓએ વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા 10,000 બાહ્ટ અને પરત ફરવાની ટીકીટ સાથે લેવી જરૂરી છે.
ટિપ: થાઇલેન્ડ તેના તેજસ્વી મંદિરો માટે જાણીતું છે, તેથી ઓછામાં ઓછા એક મંદિરનો તો તમારી ટ્રીપમાં સમાવેશ કરવો જરૂરી જ છે.
Book Your Flight to Thailand Here!
અને આ પણ જાણી લો...
ભારતીયો માટે આગમન માટે વીઝા આપતા અન્ય દેશોમાં સેનેગલ, ટર્કિશ રિપબ્લિક ઓફ નોર્ધન સાયપ્રસ, દક્ષિણ ઓસેટીયા, સ્વાલબર્ડ, ટ્રાન્સનિસ્ટ્રિયા, રિયુનિયન, કિશ આઇલેન્ડ, પેલેસ્ટાઇન અને જેજુ ટાપુ છે.
તો હવે રાહ કોની જોવી? ચાલો બેગ પેક કરો અને ફોરેન ટૂરનો આંનદ લો!
Thailand for First-time Visitors: The Perfect 7-day Itinerary
Namrata Dhingra | Jan 16, 2025
Quirky Bangkok Hotels That Will Leave You Stumped
Meena Nair | May 23, 2018
List of Countries Offering Visa on Arrival for Indians in 2020
MakeMyTrip Blog | Feb 25, 2020
Bangkok Nightlife: Top 5 Experiences to Grab
Deepa N | Jun 7, 2019
Vedika Anand | Sep 24, 2019
Vedika Anand | Sep 24, 2019
5 Restaurants Where You Can Find Amazing Vegetarian Food in Thailand
Devika Khosla | Sep 17, 2019
10 Kid-friendly Hotels in Thailand
Devika Khosla | Mar 5, 2019
14 Days. 3 Cities. Zero Chill: A European Adventure in My 20s
Anisha Gupta | Dec 15, 2025
Milestone Moments and Memorable Escapes in Ras Al Khaimah
Swechchha Roy | Dec 11, 2025
Milestone Moments and Memorable Escapes in Ras Al Khaimah
Swechchha Roy | Dec 11, 2025
Your Guide to an Action-Packed Friends’ Holiday in Ras Al Khaimah
Swechchha Roy | Nov 17, 2025
Your Guide to an Action-Packed Friends’ Holiday in Ras Al Khaimah
Swechchha Roy | Nov 17, 2025
Holidays Made for You (and Everyone You Love) in Ras Al Khaimah
Swechchha Roy | Oct 6, 2025
Travel Light, Shoot Smart: Roshani Shah’s Guide to Travel Photography
Pallak Bhatnagar | Oct 15, 2025
Through the Lens: Capturing Global Wonders with Sony Cameras
Pallak Bhatnagar | Oct 6, 2025