ભારતના ટોચના 5 જૈન મંદિરો

MakeMyTrip Blog

Last updated: Jul 19, 2017

Author Recommends

See

Khajuraho: Temple Complex
Gujarat: The Gir Forest, Somnath Temple and Watson Museum

Do

Rajasthan: Desert safari on camel back in Jaisalmer Karnataka: Relax at the beaches of Gokarna

Eat

Rajasthan: Laal Maas, Ker Sangri and Daal Baati Choorma
Gujarat: Dhokla, Thepla and Aamras

Shop

Madhya Pradesh: Folk paintings, silver jewellery and beaded purses
Karnataka: Silk sarees and sandalwood handicraft items

Events

Madhya Pradesh: The Khajuraho Dance Festival that takes place in February every year
Rajasthan: The colourful Pushkar Camel Fair that takes place in November annually

Want To Go ? 
   

જૈન ધર્મમાં સૌથી મહત્વપૂર્ણ ઘટના મહાવીર જયંતિ એટલે કે મહાવીરનો જન્મદિવસ સમગ્ર ભારતમાં ધામધુમથી ઉજવાય છે, છેલ્લા તીર્થંકર અથવા આધ્યાત્મિક નેતા, જેમણે જૈન ધર્મનો પુનરોદ્ધાર કર્યો. મહાવીર જયંતીના પ્રસંગોમાં ધાર્મિક સ્નાન (અભિષેક), ધ્યાન, પ્રાર્થના સામેલ હોય છે અને તે જૈનોના ઘરમાં અને મંદિરોમાં ભક્તો દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. જૈન ધર્મના દુનિયાભરમાં અસંખ્ય મંદિરો છે આજે આપણે ભારતના મુખ્ય 5 મંદિરોની વાત કરીશું.

#1.દેલવાડા મંદિરો: અરવલ્લીની પહાડીઓમાં,રાજસ્થાન

jain temple rajasthan

એવું માનવામાં આવે છે કે આ કલાત્મક દેલવાડાના મંદિર 12મી સદીની આસપાસ બાંધવામાં આવ્યા છે. અહી આરસપહાણમાં જટિલ અને અદ્ભુત નકશીકામ કરેલું છે જે હજુ સુધી સચવાયેલ છે. રાજસ્થાનની અરવલ્લી પર્વતમાળામાં સ્થિત આ પાંચ મંદિરોમાં દરેક અલગ અલગ તીર્થંકરના માનમાં બનાવવામાં આવ્યા હતા જેમાં જૈન સંતોની છબીઓ, સુંદર વિગતવાર થાંભલાઓ અને જૈન તીર્થંકરની 360 મૂર્તિઓ પણ સામેલ છે.આ મંદિરનું સંકુલ વિશ્વના સૌથી સુંદર જૈન મંદિરો પૈકીના એક તરીકે ઘણા દ્વારા ગણવામાં આવે છે. 

#2. ખજુરાહો મંદિર: ખજુરાહો, મધ્ય પ્રદેશ

jain temple rajasthan

આ વર્લ્ડ હેરિટેજ સાઇટને તેની ઉત્તેજક મૂર્તિઓને કારણે પ્રાધાન્ય મળ્યું છે, જે તેના ઘણા મંદિરોની  શોભા વધારે છે, અહી હજારો વર્ષ પહેલાં બાંધવામાં આવેલા અનેક જૈન મંદિરો છે. આ જૈન મંદિરો શહેરના પૂર્વ ભાગમાં સ્થિત છે, અને મધ્યયુગીન ભારતીય આર્કિટેક્ચરનું ઉત્તમ ઉદાહરણ છે.જોકે ખજુરાહો એક નાનું શહેર છે તે ઘણા જુદા જુદા મંદિર ધરાવે છે અને તે તમામ ખૂબ જ સારી જાળવવામાં આવ્યા છે, આથી અહી ફરવા માટે તમારે થોડા દિવસનો સમય લઈને જ આવવું પડશે. 

#3. પાલીતાણાના મંદિરો , શેત્રુંજયના પહાડો પર, ગુજરાત

સૌથી પવિત્ર જૈન મંદિરો પૈકીનું એક, પાલીતાણા, ભાવનગરના ગુજરાત જિલ્લામાં આવેલા શેત્રુંજયની ટેકરીઓમાં 3,000થી વધુ તેજસ્વી કોતરવામાં આવેલા મંદિરો ધરાવે છે. 11મી સદીમાં બનેલ આ મંદિર એક આદરણીય યાત્રાધામ છે. 3,800થી વધુ પથ્થરના પગલાઓ પર ચઢવું સરળ નથી, છતાં પણ દર વર્ષે હજારો ભક્તો અહી આટલું કષ્ટ વેઠીને પોતાની ભક્તિ કરવા આવે છે.

#4. ગોમતેશ્વર મંદિર: કર્ણાટક

કર્ણાટકમાં શ્રવણબેલાગોલાના નગરમાં આવેલ આ જૈન મંદિરમાં ગોમતેશ્વર ભગવાનની વિશાળ કાળા ગ્રેનાઈટની પ્રતિમા છે. પ્રથમ તીર્થંકરની આ મૂર્તિ 18 મીટર ઉંચી છે. અહી દર 12 વર્ષે મહામસ્તિષ્કાભીષેક થાય છે જે એક મહત્વપૂર્ણ જૈન તહેવાર છે, ત્યારે અહી લાખો ભક્તો હાજરી આપે છે. જ્યાં આ પ્રતિમાને દૂધ, કેસર અને હળદર, ચંદનની પેસ્ટ સાથે સ્નાન કરાવવામાં આવે છે.

#5. રાણકપુર મંદિર: અરવલ્લીની પહાડીઓમાં,રાજસ્થાન

અરવલ્લીની પહાડીઓમાં આ મંદિર 14 અને 15મી સદી દરમ્યાન બાંધવામાં આવ્યું હતું તે ટેકરીમાંથી ત્રણ સ્તરોએ બનાવવામાં આવ્યું છે અને તેને કલાત્મક રીતે કોતરવામાં આવેલા 1,444 આરસના થાંભલાઓથી આધાર મળે છે. આ સુંદર મંદિરનું કોતરકામ અનેક રીતે અનન્ય છે, અહી એક  આરસનો  ખડક છે જેમાં 108 સાપના માથાઓ અને પૂંછડીઓની ગૂંચને કોતરવામાં આવી છે. ભક્તિ અને કારીગરીનું તેજસ્વી ઉદાહરણ માનવામાં આવતું  આ મંદિર ઉદયપુરથી ઘણું નજીક છે આથી જયારે પણ તમે રાજસ્થાનની મુલાકાત લો ત્યારે આ મંદિરની મુલાકાત ચોક્કસપણે લેવી જ જોઈએ.

jain temple rajasthan

તો ચાલો ભારતનાં આ 5 જૈન મંદિરોની સુંદરતાને માણો અને સાથે ભક્તિથી પણ સરાબોર થાવ. મેકમાઇટ્રિપ આપના માટે રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક અને મધ્યપ્રદેશ સહિતના ભારતના તમામ સ્થળોએ અનુકૂળ ફ્લાઇટ્સ, ટ્રેન અને બસની સેવાઓ આપવા હાજર છીએ.

More Travel Inspiration For Khajuraho