ભારતના ટોચના 5 યોગા રિટ્રીટ

Bhawna Grover

Last updated: Sep 24, 2019

Author Recommends

Do

Rishikesh: White water rafting (September to May is season time)
Mysore: Holistic services, therapies and massages at the Kumuda Spa

See

Pondicherry: The Pondicherry Museum, Sri Aurobindo Ashram, Botanical Garden
Mysore: Mysore Palace, which was once the royal residence of mighty Wodeyar rulers

Eat

Goa: Chicken Cafreal, a spicy preparation made using cinnamon, green chilli and Portuguese spices
Chennai: Idli, Dosa, Sambar, Payasam

Shop

Goa: Handicrafts, clothes, jewellery and funky accessories at Anjuna Flea Market
Chennai: Electronics, perfumes, Swiss chocolates, saris and shoes at Burma Bazaar

Filmy

Goa: A favourite with film directors, many popular movies like "Dil Chahta Hai", "Guzaarish", "Josh" were shot in Goa
Rishikesh: Sonam Kapoor starrer “Aisha” was shot in Rishikesh

Want To Go ? 
   

આજની આધુનિક જીવનશૈલી દરેક લોકોને ધીમે ધીમે અવસાદમાં ધકેલી રહી છે અને માટે જ, પ્રત્યેકને તણાવ દૂર કરવા અને ચિંતન કરવા માટેની સખત જરૂરિયાત છે. સત્ય એ છે કે યોગમાં તમારી ઇન્દ્રિયોને કાયાકલ્પ કરે છે અને તમારા શરીરને અને જીવન પદ્ધતિને નવી દિશા આપવાની શક્તિ છે. યોગની ભક્તિ અને શક્તિ ખૂબ જ વિશાળ છે. અને દુનિયાના દરેક દેશમાંથી લગભગ દરેક જણ ભારતમાં આવવા માંગે છે અને તેમની આંતરિક શક્તિને વિકસિત કરવા ઈચ્છે છે. આપણા દેશમાં પણ ઘણા શહેરોમાં આંતરરાષ્ટ્રીય યોગ ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવે છે અને યોગની રુચિનો પ્રચાર કરવામાં આવે છે. નીચે ભારતના ટોચના પાંચ યોગ રિટ્રીટ વિષે માહિતી આપવામાં આવી છે, આશા છે કે તેની મુલાકાત તમારા જીવનમાં પરિવર્તનનો અનુભવ કરાવશે.

પોંડિચેરી – તમારા માટે સમય ફાળવો

pondicherry yoga desi retreat

તામિલનાડુમાં આવેલ આ અનોખા નગરની મુલાકાત લઈને તમારું વર્ષ સુંદર રીતે શરૂ કરો. ઇન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલ, જે દર વર્ષે 1 માર્ચ થી 7મી માર્ચ સુધી ઉજવવામાં આવે છે, જે અનેક યોગ ઉત્સાહીઓને આકર્ષે છે, અને હજારો લોકો પોતાની આત્માની પુનઃશોધ માટે અને આંતરિક શાંતિ પ્રાપ્ત કરવા માટે અહી આવે છે. અહી યોગના વિવિધ આસનો, યોગની અનેક પદ્ધતિઓ, ડાએટ પ્લાન્સ અને વિવિધ કસરતોની સાથે રિલેક્સ થવા માટેનો અનુભવ લેવા જેવો છે. પોંડિચેરીના આ પ્રવાસનની આં નવા વર્ષની ભેટ છે જે શાંતિ, પ્રેમ, પ્રકાશ, શક્તિ અને સુખને સાથે લાવે છે. માટે તમારા પ્રવાસમાં પોંડિચેરીની મુલાકાત લઈને તમે તમારું નવું વર્ષ ઉજવી શકો છો અને એક સરસ આત્મીય શાંતિ સાથે તમારું વર્ષ શરૂ કરો! 

Book Your Flight to Chennai Now!

ઋષિકેશ – ગંગાની આધ્યાત્મિકતાનો અનુભવ કરો

rishikesh yoga desi retreat

ઋષિકેશમાં આવેલ પરમાર્થ નિકેતન આશ્રમના સહકાર સાથે ઉત્તરાખંડ પ્રવાસન દ્વારા અહી વાર્ષિક યોગ ફેસ્ટિવલ યોજવામાં આવે છે, જે કુંડલિની, પાવર વિન્યાસ, આયંગર અને ક્રિયા સહિત અહીં શીખવવામાં યોગના વિવિધ પ્રકારો માટે પ્રખ્યાત છે. તમે અહી આવો ત્યારે તમે યોગના આઠ વિશિષ્ટ પ્રકારો આધ્યાત્મિક શિક્ષકો અને સમગ્ર ભારતમાંથી આવેલા આદરણીય સંતો પાસેથી શીખી શકો છો! આ ફેસ્ટીવલ માર્ચમાં ઉજવવામાં આવે છે અને એક સપ્તાહ સુધી ચાલે છે. આં તહેવાર ગંગાની શુદ્ધતા અને નિર્દોષતાને તમારી અંદર સમાવી લેવાનો શ્રેષ્ઠ માર્ગ છે. જો તમે ઋષિકેશમાં આવો છો, તો પવિત્ર નદીના કિનારે થતી ભવ્ય આરતીમાં ભાગ લેવાનું ચૂકશો નહિ. ઋષિકેશની મુલાકાત લઈને તમારા જીવનની આધ્યાત્મિક જાગૃતિની યાત્રા શરૂ કરો.

ગોવા – શાંત રણદ્વીપમાં કાયાકલ્પ કરો

goa yoga desi retreat

ગોવાના બીચનું વાદળી પાણી, સુવર્ણ રેતી અને આંખોને ઠંડક આપતું સૂર્યાસ્ત! અવ મનોહર ગોવામાં યોગ અને ધ્યાન સાથે કસરત અને આસન કરવાની કલ્પના કરો! ગોવાની અંદર આવેલા અનેક યોગ રિટ્રીટ કેન્દ્રો, જે દરેક કલા સુવિધાઓ સાથે સજ્જ છે, તે ગોવામાં આવવા માટે ભારતીય અને વિદેશી યોગ ઉત્સાહીઓને ખૂબ જ આકર્ષિત કરે છે. અહી અષ્ટાંગ પરંપરા સૌથી વધુ વ્યાપક રીતે શીખવવામાં આવે છે. તમારા તણાવ અને આધુનિક જીવનના દબાણથી મુક્ત થવા માટે અહી આવીને વર્કશોપ્સ, ઓરિએન્ટેશન અને અન્ય પ્રોગ્રામમાં ભાગ લો. ગોવાની આ મુલાકાત તમારા માટે યાદગાર બની જશે. માટે ગોવાનો અનુભવ લઈને તમારો કાયાકલ્પ કરવા માટે તમારી સફરની યોજના બનાવો!

Book Your Flight to Goa Now!

ચેન્નાઇ – તમારી સંવેદનાને શાંત કરો

chennai yoga desi retreat

ચેન્નાઇમાં અનેક પ્રાચીન યોગ તાલીમ સંસ્થાઓ આવેલી છે, જેમાં આસન એન્ડિપ્પન કોલેજ ઓફ યોગ એન્ડ રિસર્ચ સેન્ટર પણ છે, જે ચેન્નઈ જેવા મેટ્રોપોલિટનમાં આધ્યાત્મિક કેન્દ્રની પ્રતિષ્ઠા બમણી કરે છે. યોગ વિશે સુંદર, અને અજ્ઞાત હકીકતો જાણવા માટે તમે અહીં આવી શકો છો. ભારતમાં યોગની શરૂઆત અનેક સદીઓ પહેલા કેવી રીતે થઇ અને તેનો કેવી રીતે વિકાસ થયો એ અહી જાણવા મળે છે. અહી આવીને તમે અધિકૃત યોગ સત્રોમાં વ્યસ્ત રહી શકો છો અને નિસર્ગોપચાર અથવા યોગના પ્રાચીન અભ્યાસક્રમમાં ભાગ લઇ શકો છો. ચેન્નઈની મુલાકાત લો અને તમારા જીવનને વધુ મોહક બનાવો!

Book Your Flight to Chennai Now!

મૈસુર – ભારતનું નવું યોગા કેન્દ્ર

mysore yoga desi retreat

ભવ્ય મહેલો અને મંદિરોથી શોભતું શહેર, મૈસુર હવે યોગ અભ્યાસ અને યોગ રિટ્રીટ માટે લોકોના વિશાળ સમુહને આકર્ષે છે. તે વિશ્વભરમાં અષ્ટાંગ યોગ પરંપરા માટે પ્રસિદ્ધ છે, મૈસૂર તમામ જાતના યોગ પ્રેમીઓને અનેક વિકલ્પોની તક આપે છે અને અહી યોગના શિક્ષણ અને તેની સાથે આનંદ વચ્ચે સંપૂર્ણ સંતુલન રાખવામાં આવે છે. માટે આવા પરંપરાગત શહેરની મુલાકાત લેવાની તક ચૂકવા જેવી નથી.

More Travel Inspiration For Goa