હોળી તે તહેવારોમાંથી છે જ્યાં ઉત્તેજના અને અપેક્ષાની લાગણીઓ ઉપરાંત થોડો ડર પણ હોય છે. હોળી વસંતમાં આવે છે અને રંગોના તહેવાર તરીકે ખૂબ જ પ્રચલિત છે. ભારતના શહેરો અને નગરોમાં એકસાથે આબેહૂબ રંગીન પાઉડરનું દ્રશ્ય એ તેનો ટ્રેડમાર્ક છે. સાથે તે વિદેશના લોકોને પણ ખૂબ આકર્ષે છે. હોળી વસંત અને સારા પાકની શરૂઆતને ઉજવણી છે. શિયાળાને વિદાય આપીને વસંતનું સ્વાગત કરવું એ વિશ્વભરમાં નવીનીકરણના સમય તરીકે જોવામાં આવે છે, અને હોળી પણ તેનાથી અલગ નથી.
આ હિન્દુ તહેવાર પૌરાણિક કથાઓના વિવિધ સંદર્ભો સાથે માત્ર પાકની લણણીના તહેવાર કરતાં વધુ બની રહે છે. એક દંતકથા મુજબ ભગવાન વિષ્ણુની ભક્તિ માટે તેમના પુત્ર પ્રહલાદને સજા કરવાના પ્રયાસરૂપે, રાક્ષસ-રાજા હિરણ્યકશીપુએ તેની બહેન હોલીકાને તેને લઈને ભડભડતી આગમાં બેસવાની વિનંતી કરી હતી. કારણકે હોલીકાને આગ ના બાળી શકે એવું વરદાન હતું. જોકે તે આવું પાપયુક્ત કામ કરવા જતા પોતેજ બળી ગઈ હતી અને પ્રહલાદ સુરક્ષિત રહ્યા હતાં. ઘણા લોકોનું માનવું છે કે હોલીકાની આ કથા અને પ્રહલાદની મુક્તિની યાદમાં હોળી ઉજવાય છે.
આ ઉપરાંત હોળીની ઉજવણી માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી; તે લોકોને આનંદ અને મનોરંજનમાં તરબોળ બનાવી દે છે. બાળકો શહેરો અને ગામોની ગલીઓમાં દોડી દોડીને એકબીજા પર ચમકતા રંગીન પાઉડરો ફેંકે છે તો મોટેરાઓ હોલીકાના બલિદાનને યાદ રાખવા માટે આગની પ્રદક્ષિણા કરે છે. મજાની વાત એ છે કે આ અતુલ્ય ભારતના દરેક ભાગમાં હોળીનો તહેવાર અલગ રીતે ઉજવાય છે ઉજવણીની દરેક રાજ્ય પાસે અનન્ય રીત છે અને તે બીજા કરતા વધુ રસપ્રદ હોય છે. ગુજરાતમાં, એક છાશ ભરેલું વાસણ ઉંચે લટકાવવામાં આવે છે, અને યુવાનો તે સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે અને છોકરીઓ તેમના પર રંગીન પાણી અને પાવડર ફેંકતી જાય છે. જે છોકરો આ વાસણ સુધી પહોંચીને તેને તોડવામાં સફળ થાય છે તેને ‘હોળી કિંગ’ કહેવામાં આવે છે. ભારતના અન્ય ભાગોમાં આ ઉત્સવોમાં માત્ર શેરીઓ જ નહીં પણ હવામાં પણ મસ્તી વ્યાપેલી હોય છે. ઉદાહરણ તરીકે, ઉત્તરાખંડના કુમાઉમાં આ તહેવાર સંગીત સાથે ઉજવવામાં આવે છે, જે આનંદદાયક વાતાવરણમાં વધારો કરે છે. દિવસમાં ભિન્ન ભિન્ન સમયે વિવિધ ગીતો અને લય વગાડવામાં આવે છે, આનાથી વાતાવરણમાં પરિવર્તન આવી જાય છે અને દરેક વ્યક્તિ મસ્તીથી ઝૂમી ઉઠે છે.
તમે ભારતમાં ક્યાંય પણ હોવ, હોળી આનંદનો તહેવાર છે જ્યાં દરેકને સામેલ કરવામાં આવે છે, અને તેજસ્વી રંગોમાં ડૂબવાથી તમને કોઈ નહિ બચાવી શકે.
જોકે હોળીના આનંદની એક ગંભીર બાજુ પણ છે, જ્યાં પર્યાવરણની ચિંતાઓ છે કારણકે લોકો હવે કુદરતી રંગોને બદલે કૃત્રિમ રંગોનો ઉપયોગ કરવા લાગ્યા છે. પહેલાંના સમયમાં કુદરતી ઉત્પાદનો જ વાપરવામાં આવતા જેમકે આબેહૂબ નારંગી રંગ આપતી હળદર, ચંદનની સુગંધ હવામાં ફેલાઈ જતી અને ફૂલો અને પાંદડામાંથી મળતા અર્ક લાલ, ગુલાબી અને લીલા રંગના રંગથી હવામાં ફેલાઈ જતા. આ કુદરતી રંગો વાતાવરણ અને ચામડી પર કુમાશ ભરી અસર કરતા. ચાલો આપણે હવે સંકલ્પ કરીએ કે આપણે પણ કુદરતી રંગોથી જ હોળી રમીશું.
શું તમે ભારતમાં હોળીની ઉજવણી કરવા માંગો છો? તો આજે જ મેકમાઇટ્રિપ પર ટિકિટ બુક કરાવો.
5 Off-the-grid Places You Need to Visit with the Oppo Reno14
Tanya Sharma | Jul 2, 2025
Why Oppo Reno14 is the Perfect Travel Companion
Tanya Sharma | Jul 2, 2025
Experience the Wild Heart of Northern Australia: Darwin, Litchfield, and Katherine!
Swechchha Roy | Jun 10, 2025
Chase Thrilling Adventure Activities on Yas Island in Abu Dhabi
Surangama Banerjee | Feb 27, 2025
Experience an Arabian Beach Vacay in Abu Dhabi
Surangama Banerjee | Feb 27, 2025
Dive into Saudi’s Ultimate Celebration—Riyadh Season!
Surangama Banerjee | Feb 11, 2025
Eat, Shop & Save—Singapore’s Got it All!
Surangama Banerjee | Feb 10, 2025
From Souks to Malls: Uncover the A to Z of Shopping Experiences in Saudi!
Anisha Gupta | Jan 28, 2025
10+ Gift Ideas for Raksha Bandhan 2024 to Celebrate the Bond of Siblings!
Pallak Bhatnagar | Jun 25, 2024
12 Best Father’s Day Gift Ideas to Surprise Him!
Sanskriti Mathur | May 28, 2024
Top 11 Places to Celebrate Holi in India 2023
Pallak Bhatnagar | Mar 3, 2023
5 Reasons to Surprise Your Valentine With a Travel Gift Card
Bhavya Bhatia | Jan 18, 2023
Here’s Why Your Dubai Trip Is Incomplete Without a Visit to Expo 2020 Dubai!
Bhavya Bhatia | Feb 3, 2023
10 Country Pavilions That You Shouldn’t Miss at Expo 2020 Dubai!
Bhavya Bhatia | Feb 3, 2023
Krishna Temples in India to Visit for Holi
Neha Sharma | Mar 6, 2020
Unique Places to Celebrate Holi in India
Neha Sharma | Mar 9, 2020